નડીઆદનો જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અનિવાર્ય કારણસર મોકૂફ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારો માટે ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત જીલ્લા રોજગાર વિનિમય કચેરી,નડીઆદ દ્રારા તારીખ:૦૭/૦૫/૨૦૨૨ સમય:૧૦:૩૦ ક્લાકે સ્થળ:જે એન્ડ જે સાયન્સ કોલેજ, નડીઆદ ખાતે જીલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતુ, પરંતુ આ જીલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અનિવાર્ય કારણસર હાલ પુરતો મોકુફ રાખવામા આવેલ છે અને તેની બીજી તારીખ પછીથી જાહેર કરવામા આવશે. જેની જિલ્લાના રોજગારવાચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓને જાણ થવા વિનંતી. તેમ જિલ્લા રોજગાર અધિકારી નડીઆદ(ખેડા) ની અખબારી યાદીમાં જણાવેલ છે.
જિલ્લા માહિતી કચેરી,
ખેડા-નડીઆદ.