નડીઆદમાં દુકાનો તથા સ્કુલોમાં થતી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા- જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જીલ્લાના અધિકારીઓને મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ, જે અનુસંધાને જી.એસ.શ્યાન, નાયબ પોલીસ અધિક્ષક, નડિયાદનાઓની સુચના અને માર્ગદર્શનહેઠળ નડિયાદ ડીવીઝન સ્કવોર્ડના પોલીસે નડિયાદ ડીવીઝનના નડિયાદ રૂરલ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા પીપલગ ચોકડી પાસે આવતા સાથેના પો.કો. રાજુભાઈ તેમજ પો.કો. વિકાસભાઈને સંયુકત બાતમી મળેલ કે તાજેતરમાં થયેલ પીપલગ ચોકડીથી પીપળાતા જતા રોડ ઉપર આવેલ જીસા ઈલેકટ્રીકની દુકાનમાં થયેલ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પીપળાતા ઉંડા ફળીયામાં રહેતા જશવંતભાઈ ઉમેદભાઈ વાઘેલનાઓએ ચોરી કરી મુદ્દામાલ તેના ઘરે સંતાડેલ છે અને તે સગે વગે કરવાની પેરવીમાં છે તેવી હકીકત મળેલ અને સદર ગુન્હાની તપાસ પો.સ.ઈ. એમ.એ. વાઘેલા નડિયાદ રૂરલ પો.સ્ટે. કરતા હોય તેઓની બાતમી હકીકતથી જાણ કરતા તેઓ તેમના સ્ટાફ સાથે પીપલગ ચોકડી આવતા પંચો સાથે પીપળાતા ગામે બાતમીમાં જણાવેલ ઈસમના ઘરે જઈ સદરી ઘરે હાજર મળી આવતા તેને હાજર રાખી ઘરની જડતી તપાસ કરતા ઉપરોકત જીસા ઈલેકટ્રીક સેલ્સ એન્ડ સર્વિસમાંથી ચોરીમાં ગયેલ ઈલેકટ્રીક સરસામાન, તથા આખડોલ બસ સ્ટેન્ડ પાસે આવેલ સંતરામ ઈલેકટ્રીક તથા હાર્ડવેરની દુકાનમાંથી ચોરાયેલ સરસામાન તથા કરોલી પ્રાથમિક શાળામાંથી તથા આખડોલ હાઈસ્કુલમાંથી તથા આનંદપુરા પ્રાથમિક શાળામાંથી તથા કેરીયાવી પ્રાથમિક શાળામાંથી તથા પીપળાતા આંગણવાડીમાંથી અલગ-અલગ સમયાન્તરે ચોરાયેલ ગેસની બોટલો તથા ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ વિગેરેમળી કુલ્લે રૂ.પર૬૬૩/- રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓને અટક કરી નડિયાદ રૂરલ પો.સ્ટે. ગુન્હાનો મુદ્દામાલ તથા અન્ય પાંચ ગુન્હાના મુદામાલ સાથે પકડી કુલ ૬ વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવામાં સફળતા મળી છે.*