નડીઆદમાં “વર્લ્ડ હાર્ટ ડે”ની ઉજવણી

(તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)
(પ્રતિનિધિ) નડીઆદ, તા.ર૬.૯.ર૦૧૯ના રોજ નેશનલ લિગલ સર્વિસીસ ઓથોરીટી, સુપ્રિમ કોર્ટ, ન્યુ દિલ્હી, ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસીસ ઓથોરીટી, ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત તથા મે. ચેરમેન સાહેબશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદની સુચના અને માર્ગદર્શન અનુસાર વર્લ્ડ હાર્ટ ડે- ર૦૧૯ નિમિત્તે પ્રસંગોચિત કાર્યક્રમનું આયોજન કરવાનું ઠરાવવામાં આવેલ જેના અનુસંધાનમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનીયર સિવીલ કોર્ટ, નડીઆદ દ્વારા હૃદય રોગને લગતી માહિતી, સારવાર તથા હૃદય રોગથી બચવા માટેની સાવેચતી- તકેદાર વિશેની સંપૂર્ણ જાણકારી અને પ્રદર્શન સહિત નિશુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન જિલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતે કરવામાં આવેલ. જેમાં સિવિલ હોસ્પિટલ, નડીઆદના એન.સી.ડી. પટેલ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફિસર તથા પેરા મેડીકલ સ્ટાફ દ્વારા બ્લડ પ્રેસર તથા ડાયાબીટીશ માટે બ્લ્ડ ચેકઅપની કામગીરી કરવામાં આવેલ.
આ કેમ્પમાં જિલ્લા ન્યાયાલય, નડીઆદ ખાતેના તમામ ન્યાયિક અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ, જિલ્લા સરકારી વકીલશ્રીની કચેરીના તમામ સરકારી વકીલશ્રીઓ, નડીઆદ બાર એસોસીએશનના હોદ્દેદારો તથા વકીલશ્રીઓ, પક્ષકારો અને જાહેર જનતા સહિત કુલ ર૦૦ વ્યક્તિઓએ મેડીકલ ચેક અપ કરાવેલ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનીયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને મુખ્ય સિનીયર સિવિલ જજ શ્રી એસ.જી. મનસુરી સાહેબે હાજર રહેલ પક્ષકારો અને જાહેર જનતાને મફત અને સક્ષમ કાનૂની સલાહ- સહાય વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે સામાન્ય વર્ગના રૂ.એક લાખથી ઓછી આવક ધરાવતા વ્યકિતઓ, બાળકો, મહિલાઓ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના લોકો, સિનીયર સીટીઝન, ભૂકંપ રેલ કે દુકાળ- અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિનો ભોગ બનેલા લોકો અને જેલમાં રહેલા કેદીઓ તમામને આ સુવિધા હેઠળ મફત અને સક્ષમ કાનૂની સલાહ- સહાય તથા જરૂરી કિસ્સામાં નિશુલ્ક ધોરણે વકીલ પણ ફાળવી આપવામાં આવે છે, આ સેવા સૌ જરૂરિયાતમંદોને સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે નામદાર સુપ્રિમ કોર્ટથી લઈને તાલુકા કોર્ટ સુધી કાનૂની સેવા સમિતિઓની રચના કરવામાં આવી છે તે વિશેની વિસ્તૃત માહિતી અને જાણકારી આપી હતી.
આ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એલ.એસ. પીરઝાદા સાહેબ દ્વારા કરવામાં આવેલ, સ્વાગત પ્રવચન તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન અને મુખ્ય સિનીયર સિવિલ જજ શ્રી એસ.જી. મનસુરી સાહેબ દ્વારા કરવામાં આવેલ તથા આભારવિધિ બાર એસોસીએશનના મંત્રી સબ્બીર પીરઝાદા દ્વારા કરવામાં આવી જેમાં પ્રિન્સીપાલ ફેમીલી જજ શ્રી ડી.જી. વાઘેલા, એડીશનલ ડીસ્ટ્રીકટ જજ શ્રી એમ.એ. કડીવાલા, જિલ્લા સરકારી વકીલ શ્રી પરેશ ધોરા, નડીઆદ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી કિરીટ બારોટ, તમામ ન્યાયિક અધિકારીઓ, વકીલશ્રીઓ, કર્મચારીગણ, પક્ષકારો અને જાહેર નાગરિકો સહિત કુલ રપ૦ વ્યક્તિઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.*