નડીઆદ ચિસ્તીયા ફાઉન્ડેશનના યુવાનોએ હિન્દુ ઈસમના અંતિમ સંસ્કાર કર્યાં
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં ચાલતી ફાઉન્ડેશન નામની સંસ્થાના યુવાનોએ કોરોના માં મૃત્યુ પામનાર એક હિન્દુ વ્યક્તિ ના અંતિમ સંસ્કાર કરી માનવતાની મહેક આવી હતી.
નડીઆદ સિવિલ હોસ્પિટલમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનના પિતા મહેન્દ્ર સિંહ ચૌહાણ કોરોનાથી પ્રભાવિત હોઈ સારવાર દરમ્યાન તેઓ એ અંતિમ શ્વાસ લીધાં હતાં તેમના સ્વજનો મરનાર પોઝીટીવ હોવાથી અંતિમ સંસ્કાર માટે
છેલ્લા કેટલાક સમયથી નાત જાત ધર્મ પંથના ભેદભાવ વગર સરાહનીય કાર્ય કરતાં ચિસ્તીયા ફાઉન્ડેશનના નો સંપર્ક કરતા ફાઉન્ડેશન ના યુવાનો દોડી જઈ પોતાની ફાઉન્ડેશનની સબ વાહિની માં નડિયાદ હોસ્પિટલ માંથી ઉઠાવી સ્મશાન માં લઈ જઈ હિંદુ વિધિ મુજબ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા બોર્ડર પર ખડે પગે લોકોની સેવા કરનાર ભારતીય સૈનિક ના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં મુસ્લિમ યુવાનો નિમિત્ત બન્યા તે બાબતો તેમને ગૌરવ છે.
નાત જાતના ભેદભાવ વગર બોડર પર ખડે પગે સેવા કરનાર યુવાનના પિતાના મૃત્યુ સમયે તે કામ માં આવ્યા તે બાબત નું ગૌરવ અનુભવતા યુવાનો એ કોમી એકતાની મિશાલ પૂરી પાડી દીધી હતી.*