નડીઆદ તાલુકા પંચાયત દ્વારા ગામડાઓમા સેનેટાઇઝરની કામગીરી શરૂ
ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં શ્રી પંકજભાઈ દેસાઈ માન.મુખ્ય દંડકશ્રી ગુજરાત વિધાનસભા , દેવુસિંહ ચૌહાણ માન.સંસદસભ્યશ્રી ખેડા , અર્જુનસિંહ ચૌહાણ માન ધારાસભ્યશ્રી મહેમદાવાદ અને પ્રમુખ ખેડા જિલ્લા ભા.જ.પાના માર્ગદર્શન મુજબ નડીઆદ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ મહીડા , ઉપ પ્રમુખ રમેશભાઈ પરમાર , કારોબારી અધ્યક્ષ રશ્મીભાઈ પટેલ , ચેરમેન સા.વા.સમિતિ ચંન્દ્રીકાબેન પરમાર તથા તમામ તાલુકા પંચાયત સભ્યો દ્વારા ત્વરીત નિર્ણય લઈ તાલુકાના તમામ ગામોમાં કોરોના સંક્રમણ અટકાવવા સેનેટાઈઝની કામગીરી માટે ટેન્કર દ્વારા તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ યોગીનગર થી દવા છંટકાવની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો