Western Times News

Gujarati News

નડીયાદના દવાપુરા નજીક કારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી LCB ખેડા 

પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશી / વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સુચન કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે  એમ.ડી.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.સ.ઇ. ડી.બી.કુમાવત , અ.હેડ.કો. ધર્મપાલસિંહ ,  વિનોદકુમાર ,  ઋતુરાજસિંહ ,  શીવભદ્રસિંહ , કેતનકુમાર , અમરાભાઇ , પંકજકુમાર , અનિરૂદ્ધસિંહ એ રીતેના એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમા હતા

દરમ્યાન અ.હેડકો . ધર્મપાલસિંહ નાઓની બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની વેગનઆર કાર નંબર જીજે – ૦૧ – આરબી -૨૯૮૪ માં મહુધા તરફથી ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂનો જથ્થો ભરીને દવાપુરા પાટીયાની આસ – પાસના વિસ્તારમાં ખાલી કરનાર છે . જે માહીતી આધારે વોચ તપાસ દરમ્યાન જીજે – ૦૧ – આરબી -૨૯૮૪ ની કાર આવતા તેનો પીછો કરતા કાર ચાલક સદર કાર એરંડીયાપુરા થી નદી તરફના રસ્તા ઉપર ચાલુ હાલતમાં ઉભી રાખી કારચાલક તથા સોહીલ ઇકબાલભાઇ રાઠોડ રહે , નડીયાદ દતાત્રેયનગરનાઓ નાસી ગયેલ જે કારમાં જોતા કારમાં ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂના જુદી જુદી બનાવટના કુલ્લે બોક્ષ નંગ -૧૪ તથા છુટા નંગ -૪૮ મળી કુલ્લે નંગ -૭૨૦ કવાટર કિં.રૂ .૭૨,૦૦૦ – તથા મોબાઇલ નંગ -૧ કિં.રૂ .૧,૦૦૦ / – તથા કાર -૧ કિં.રૂ .૧,૦૦,૦૦૦ / -મળી કુલ્લે કિંમત રૂ .૧,૭૩,૦૦૦ / -નો મુદ્દામાલ મળી આવતા આ બાબતે નડીયાદ રૂરલ પો.સ્ટે . હેડકો . ધર્મપાલસિંહ નાઓએ પ્રોહિબિશન ધારા હેઠળ ફરીયાદ આપેલ છે . આગળની તપાસ પો.સ.ઇ. ડી.બી.કુમાવત એલ.સી.બી. ખેડા – નડીયાદ ના કરી રહેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.