નડીયાદમાં ખાનગી સ્કૂલ અને મહિલા સંચાલિકાની બદનામી કરવાનું કૃત્ય
નડિયાદ: બરતરફ શિક્ષક સામે ફરિયાદ
(એજન્સી) નડિયાદ , નડિયાદ રેલવે સ્ટેશન પાછળ આવેલ લીટલ કિંગડમ સ્કૂલ પાસે બરતરફ કરેલ શિક્ષકે ગેરકાયદેસર સારી રીતે પોતાના અને શિક્ષિકા પત્નીના બાકી પગારના રૂપિયા ૬ લાખ માગી આ ખાનગી સ્કૂલ અને મહિલા સંચાલિકાની બદનામી કરવાનું કૃત્ય કર્યું હોવા સંદર્ભની નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે
મળતી માહિતી મુજબ નડિયાદ રેલવે સ્ટેશન પાછળ આવેલ લીટલ કિંગડમ સ્કુલ ના ફાઉંડર અં અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વર્ષ ૨૦૦૭ થી કિર્તીબેન બેચરભાઈ ઝા ઉ.વ. ૪૯ રહે. દેવ હેરીટેજ, પીજ ચોકડી પાસે, નડીયાદ ફરજ બજાવે છે
આ ખાનગી સ્કૂલમાં તારીખ પહેલી જૂન ૨૦૨૨ ના રોજ નડિયાદ મનજીપુરા રોડ પર આવેલ કર્મવીર સુંદરવન માં રહેતા સુધા શેતલ વસંત લોલીયાણી ને માસિક રૂપિયા ૮,૦૦૦ ના પગારથી એડ હોક ટીચર તરીકે અને તેણીના પતિ શેતલ વસંત લોલિયાણીને માસિક રૂપિયા ૧૫ ૦૦૦ ના પગારથી વીઝીટીંગ ટીચર તરીકે નોકરીમાં રાખવામાં આવ્યા હતા
શિક્ષક પતિ પત્ની સ્કૂલ ના વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણુંક કરતા હોવાની જાણ ના પગલે મેનેજિંગ ટ્રસ્ટી કિર્તીબેન ઝા એ આ બાબતે બંનેને ચેતવણી આપી હતી તેમ છતાં શિક્ષક દંપતિ સુધા લોલીયાણી અને પતિ શેતલ લોલીયાણીએ આ પ્રવૃત્તિ ચાલુ રાખી હતી સાથે શિક્ષક દંપતિ સ્કૂલના વિદ્યાર્થીઓના ઘેર જઈને સ્કૂલની ઈતર પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરતા હતા
સાથે શિક્ષક સેતલ લોલવાણી સ્કૂલના ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ ને સંપર્ક કરી શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરવાની વાતો જણાવી ગેરમાર્ગે દોરવાની પ્રવૃતી કરતા હોવા અંગેની વાત પણ મેનેજિંગ ટ્રસ્ટી કિર્તીબેન ઝા ને સ્કૂલની એક શિક્ષિકા મારફતે જાણવા મળી હતી જેથી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી કિર્તીબેન ઝાએ કંટાળી શિક્ષક દંપતિ સુધા લોલવાણી અને પતિ શેતલ લોલવાણીને નવેમ્બર ૨૦૨૩ માં નોટિસ આપી ફરજ પરથી બરતરફ કર્યા હતા
જેને પગલે રોષે ભરાયેલ શિક્ષક દંપતિ એ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કરી સ્કૂલ વિશે દુષપ્રચાર કરવાનું શરૂ કર્યું હતું સાથે શેતલ લોલયાણી સોશિયલ મીડિયાના ુરટ્ઠંજટ્ઠpp તેમજ ફોન પર શાળા માન્યતા રદ થવાની હોય બંધ થઈ જવાની છે શાળામાંથી તમારા સંતાનોના એડમિશન રદ કરાવી નાખો તેવા મેસેજ કરવાની સાથે સ્કૂલના શિક્ષકોને સમયસર પગાર પણ આપવામાં આવતો નથી તેવા મેસેજ કરવામાં આવતા હતા
જેથી વાલીઓએ સ્કૂલ ખાતે દોડી જઈ મેનેજિંગ ટ્રસ્ટી કિર્તીબેન ઝા નો સંપર્ક પણ સાધ્યો હતો જ્યારે બળ તરફ શિક્ષક શેતલ લોલવાણીએ નડિયાદ થી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં સ્કૂલ વિરુદ્ધ ના આક્ષેપવાળી કરેલ અરજીના પગલે શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સ્કૂલમાં તપાસ પણ કરવામાં આવી હતી
સાથે શિક્ષક શેતલ લોલવાણીએ જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા તેમજ શિક્ષણ વિભાગ ગાંધીનગર ખાતે પણ અરજીઓ કરી હતી દરમિયાન સ્કૂલના બરતરફ શિક્ષક શેતલ લોલયાણીએ તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સ્કૂલના શિક્ષક ઉંમરભાઇ ત્રાયા ફોન કરી સ્કુલવાળાઓએ મને અને મારી પત્નિને વર્ષ-૨૦૨૬ સુધી નોકરી પર રાખવા અંગે કરાર કરેલ છે
તેમ છતા આ કિર્તીએ અમને નોકરીમાંથી કાઢી મુકેલ છે એટલા માટે હું તેમને હેરાન પરેશાન કરી મુકીશ, જો તેમને સમાધાન કરવું હોય અને તેમના વિરુદ્ધ હું કોઇ કાર્યવાહી ન કરું તેવું કિર્તી ઇચ્છતી હોય તો અમને અઢી વર્ષનો પગાર રૂપીયા છ લાખ આપી દે નહિતર હું સ્કુલને તાળા લગાવી દઈશ. તેવી વાત કરી હતી .