નડિયાદ પોલીસ દ્વારા જુગાર રમતા 2 આરોપીની ધરપકડ

પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ પ્રોહી જુગાર ડ્રાઇવ અનુસંધાને પ્રોહી જુગાર ના વધુમાં વધુમાં કેસો કરવા કરેલ સુચના આધારે નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ચૌહાણ તથા સર્વેલન્સ પો.સ. ઇ જે.એસ.ચંપાવત
તથા સ્ટાફના માણસોએ અ.હેડ.કો. પ્રવિણસિંહ તથા અજીતસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે નડીયાદ કબ્રસ્તાન ચોકડી નજીક આર.બી સ્ટોલ નામની બંધ દુકાનમાં રેઇડ કરી બે ઇસમોને હાલમાં ચાલતી IPL 20-20 ઓન લાઇન ક્રિકેટના સટ્ટાનો જુગાર રમતા સ્થળ ઉપરથી બંન્ને ઇસમો પાસે થી કુલ્લે રૂ . ૪૦,૪૦૦ / ના મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે .
પકડાયેલ આરોપી :
( ૧ ) ઇમરાન ઉર્ફે ખીમલો રસુલભાઇ ખડકીવાલા રહે . નડિયાદ પેરેડાઇજ સોસાયટી વિશ્વકર્મા ફલેટ પાસે તા.નડીયાદ
( ૨ ) શહેજાદ સફીભાઇ ગુગરમાન રહે . નડિયાદ ૧૦ / નુરે ઇલાહી સોસાયટી બારકોસીયા રોડ તા.નડીયાદ