Western Times News

Gujarati News

નડીયાદ-મોડાસા પેસેન્જર ટ્રેન પુનઃ શરૂ કરવાની માંગ

પ્રતિકાત્મક

મોડાસા, કોરોના કાળથી બંધ નડીયાદ મોડાસા પેસેન્જર રેલવે ટ્રેન શરૂ કરવા માંગ ઉઠી છે. નડીયાદ કપડવંજ, મોડાસા પેેસેન્જર ટ્રેનને ઓકટોબર-ર૦૦રમાં નેરોગેજમાંથી બ્રોડગેજમાં પરીવર્તીત કરવામાં આવી હતી. ૧૦૪ કિ.મી. લાંબી રેલવે લાઈન પર નડીયાદથી મોડાસા વચ્ચે આઠ જેટલા સ્ટોપેજ આપવામાં આવેલ છે.

ત્રણ વર્ષ અગાઉ આ પેસેન્જર ટ્રેન દોડતી હતી તે સમયે વિવિધ સ્ટોપેજ પરથી મુસાફરો મોટી સંખ્યામાં ટ્રેન સેવાનો લાભ લેતા હતા પરંતુ કોરોનાનાં કારણે સંક્રમણ ન ફેલાય તે માટે માર્ચ-ર૦૧૯ માં આ પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાનું સંક્રમણ ઘટતા ટ્રેનને પુનઃ શરૂ કરવાની માંગ પ્રબળ બની છે.

નડીયાદ-મોડાસા રેલવે લાઈન પર૮ર જેટલા રેલવ ફાટક છે. જયાં ટ્રેનને હાલ ૮ જેટલા સ્ટોપેજ આપવામાં આવેલા છે. જેમાં નડીયાદથી પ્રસ્થાન કરે ત્યારે મહુધા, ભાનેર મીનાવાડા, કઠલાલ કપડવંજ, વડાલી કાશીપુરા, બાયડ અને ધનસુરાથી મોડાસા પહોચી હતી. પણ હાલ આ નડીયાદ કપડવંજ મોડાસા બ્રોડગેજ રેલવે છેલ્લાં ત્રણ વર્ષથી બંધ છે.

તે પુનઃ ચાલુ કરવી જાેઈએ હવે કોરોનાનું સંક્રમણ ઘણું ઓછું થઈ ગયું છે. તેથી આ ટ્રેન શરૂ કરવી જાેઈએ તેવી મુસાફરોની માંગણી છે. કપડવંજમાં રેલવે ટીકીટ એજન્ટોનું કામ કરતા એક વ્યકિતના જણાવયા મુજબ ત્રણ વર્ષ અગાઉ ટ્રેન દોડતી હતી તે સમય કપડવંજ રેલવે સ્ટેશનથી પ્રવાસ કરનાર મુસાફરોની સંખ્યા વિશેષ રહેતી હતી.

રોજની ૧રપ થી ૧પ૦ ટીકીટોનું વેચાણ થતું હતું. જેમાં સુરત, વડોદરા અને નડીયાદના પેસેન્જરોને મળતા હતા. હવે સંક્રમણ ઓછું થવા લાગ્યું છે. ત્યારે ટ્રેઈન સેવા ફરીથી શરૂ થાય તો રેલવેને પેસેન્જરો અગાઉથી જેમ મળી શકે તેમ છે. મોડાસાથી નડીયાદ અને નડીયાદથી વડોદરા જાનર મુસાફરોની સંખયા હોય છે ત્યારે ટ્રેન સેવા ફરીથી શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.