Western Times News

Gujarati News

નડીયાદ સિવિલમાં અમેરિકાથી આવેલ ઑક્સિજન પ્લાન્ટ બે જ દિવસમાં શરૂ કરી દેવાયો

યુદ્ધના ધોરણે આ ઓક્સિજન પ્લાન્ટને શરૂ કરાયો ઓક્સિજન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ૯૩ ટકા જેટલું શુદ્ધ ઓક્સિજન ઉત્પાદિત કરી આપશે કોરોના દર્દી માટે હાશકારો- હવે આ પ્લાન્ટ કાયમી ધોરણે નડીયાદ સિવિલ હોસ્પિટલમાં રહેશે આ પ્લાન્ટ ૨૪ કલાક ચાલુ રહે તે પ્રકારનો આ પ્લાન્ટ- નડીયાદ માટે ખુશીના સમાચાર જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ નડીયાદમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો ખેડા જિલ્લામા કોરોના ફાટી નીકળ્યો છે

ત્યારે સરકારીથી લઇને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહીં છે ત્યારે નડીયાદની ત્રણેય કોરોના સારવાર આપતી સંસ્થા એન.ડી.દેસાઇ હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજમાં ઓક્સિજન પ્લાન્ટ નખાઇ રહ્યા છે . જે દર્દીઓ માટે જીવનદાન સમાન છે . ત્યારે નડીયાદ સિવિલ હોસ્પિટલમાં આજે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે . નડીયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરાઈ છે નડીયાદની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલીક વપરાશામાં લઇ શકાય તેવા ઓક્સિજન પ્લાન્ટનું ઇસ્ટોલેશન પુરૂ પાડવામાં આવશે . નડીયાદ સિવિલ હોસ્પિટલમાં પડી રહેલ ઘટને પુરી ક્રરવા અમેરિકાથી આવેલ ઓક્સિજન પ્લાન્ટ બે જ દિવસમાં શરૂ કરી દેવાયો છે .

ઉલ્લેખનિય છે કે વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ અમેરિકાના શિકાગો ચેપ્ટર અને સંતરામ સેવા ટ્રસ્ટના માધ્યમથી મળેલા ડોનેશનમાંથી આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે . અને ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ચર્ચા બાદ આ પ્લાન્ટ મેના રોજ આ પ્લાન્ટ અહી આવી ગયો હતો . તેમજ યુદ્ધના ધોરણે આ પ્લાન્ટને શરૂ કરવામાં આવ્યો છે . આ પ્લાન્ટ ૨૪ કલાક ચાલુ રહે તે પ્રકારનો આ પ્લાન્ટ છે . જે હવામોથી ઓક્સિજન ખેંચી તેમાંથી લક્વિડ ઓક્સિજન બનાવે છે .

આ પ્લાન્ટ ૨૦ દર્દીઓને સતત ૨૪ કલાક સુધી ઓક્સિજન સપ્લાય પુરો પાડવાની ક્ષમતા ધરાવે છે . ઉપરાંત એક કલા ની ૧ બોટલ એમ ૨૪ કલા કમો ૨૪ બોટલ ઓક્સિજન ફિલીંગ કરી શકે છે , આ આખી ઓક્સિજન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ૯૩ ટકા જેટલું શુદ્ધ ઓક્સિજન ઉત્પાદિત કરી આપશે .

આ પ્લાન્ટ કાયમી ધોરણે નડીયાદ સિવિલ હોસ્પિટલમાં રહેશે . આ ઉપરાંત નડીયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે અમુલ ડેરી દ્વારા ૨૦ કયુસેક મીટર ઓક્સિજન ઉત્પાદન કરવા માટેનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે . જેમાં રોજનો ૬૦ થી ૭ સિલીન્ડર ઓકિસજનનું ઉત્પાદન થઇ શકશે . આ ટેન્ક રૂપિયા ૫૦ લાખના ખર્ચે થશે .

જે માટે દાન પણ ઉઘરાવવામાં આવશે . દરરોજ ૫૦૦ રેમડેસિવીર ઇંજેક્શનનો સ્ટોક આવશે જેમાંથી ૨૦૦ ઇંજેક્શન સિવિલ , એન.ડી.દેસાઇ અને મહાગુજરાત હોસ્પિટલમાં દર્દીઓને ફાળવવામાં આવશે , જ્યારે ૩૦૦ ઇંજેક્શન ખાનગી હોસ્પિટલના દર્દીઓ માટે ફાળવવામાં આવશે , જિલ્લા કલેક્ટરશ્રી આઇ , કે પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રની ટીમના સુચારૂ આયોજન થકી તથા જિલ્લાના સાંસદ સભ્યશ્રીઓ , ધારાસભ્યશ્રીના અથાગ પ્રયત્નોથી આ ઑક્સિજન પ્લાન્ટ સફળ થઇ રહ્યો છે . જેનાથી નડીયાદ શહેર તથા જિલ્લાની જનતાને આનો લાભ મળશે

(તસવીર સાજીદ સૈયદ નડીયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.