Western Times News

Gujarati News

નડીયાદ ST સ્ટેન્ડ પરથી ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં પોલિસે શોધી કાઢ્યો

નડીયાદ, તા. ૦૫/૧૦/ર૦૧૯ના રોજ નડીયાદમાં આવેલ જુના બસ સ્ટેન્ડમાં (Nadiad GSRTC Bus Stand) પિતા નામે પપ્પુભાઇ રાયસિંગભાઇ પરમાર (Pappubhai Raysing Parmar) રહે.ગામ કુંદનપુર તા.રણાપુર જી.જાબુવા ,મધ્મપ્રદેશ નાઓ (Res. Kundanpur, Ranapur, Jambuva, Madhya Pradesh) પોતાના પરીવાર સાથે રાજકોટ (rajkot as a labour contract) મુકામે મજુરીનો કોન્ટ્રાક્ટ પુર્ણ થતા મજુરી કામ માટે આણંદ મુકામે જવાનું હોય રાજકોટથી એસ.ટી બસમાં બૅસી રાતના આઠૅક વાગ્યાના અરસામાં નડીયાદ શહેર જુના બસ સ્ટેન્ડ મુકામે આવેલ અને પોતાના બાળકો પૈકી શિવમ ઉવ-૫ નો તેઓની સાથે હતું.

તેઓ નડીયાદ જુના બસ-સ્ટેન્ડમાં આણંદ તરફ જવા માટેની બસની રાહ જોઈ રહ્યા હતા તે દરમ્યાન બાળક શિવમ રમતા રમતા તેના મા બાપના ધ્યાન બહાર જતુ રહ્યુ હતું  અને તેના મા- બાપે તેની બસ સ્ટેન્ડ તથા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરતા હતા. પરંતુ બાળક નામે શિવમ ઉવ-પ નો ન મળી આવતા, તેઓ નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશને આવતા, નડીયાદ ટાઉન પો.ઇન્સ શ્રી બી.જી.પરમાર સાહેબ નાઓને બાળકના પિતાથી ઉક્ત બાબતે જાણ કરી હતી.

તથા તેઓએ ના.પો અધિક્ષક જી.એસ. શ્યાન સાહેબ તથા પોલીસ અધિકારીશ્રી ખેડા-નડીયાદ નાઓને સદર બાબત ધ્યાને લાવતા તુરત જ પોલીસ અધિક્ષક સાહેબ નાઓએ એસ.પી દાહોદ તથા ૦૭16 ના એમ.ડી શ્રી સોનલ મિશ્રા (GSRTC MD Sonal Mishra) નાઓનો સંપર્ક કરી તેમજ નડીયાદ ટાઉન પોલીસ (Nadiad Town Police) તથા એલ.સી.બી શાખાના પોલીસ (LCB) માણસોની જુદીજુદી ટીમ બનાવી સર્વેલન્સના પોલીસ માણસો ગુમ થનાર બાળકની વોચ તપાસમાં હતા.

નડીયાદ શહેર વિસ્તારમાં તપાસ આદરેલ તથા બાળકના પરીવાર પાસેથી બાળકનો ફોટો મેળવી તેને જીલ્લા તથા બાહ્ય જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવેલ દરમ્યાન સર્વેલન્સ પોલીસ માણસોને નડીયાદ બસ સ્ટેન્ડમાં લગાવેલ સી.સી.ટી.વીની ફુટેજો ચેક કરતા સદરહું બાળક રમતા રમતા મધ્યપ્રદેશ પરીવહનની અમદાવાદ-ઇન્દોર બસમાં (Ahmedabad to Indore Madhya Pradesh Transport) ચઢતુ નજરે પડેલ. જે દિશામાં તપાસ કરતા બસના રૂટમાં આવતા પોલીસ સ્ટેશનની મદદ મેળવવામાં આવેલ.

દરમ્યાન બસ દાહોદ બસ સ્ટેન્ડમાં પહોચતા દાહોદ પો.સ્ટે.ના પોલીસ કર્મચારીને બાળકની તપાસમાં ફોટા સાથે હાજર હોય તપાસ દરમ્યાન તેઓને બાળક શિવમનો બસ માંથી મળી આવતા તેઓએ નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ તથા બાળકને યોગ્ય કાર્યવાહી કરી પરત નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ તથા ચેરમેન શ્રી સી.ડબલ્યુ.સી નાઓની મંજુરીથી બાળક શિવમ ઉ.વ.પ નાને યોગ્ય કાર્ષવાહી કરી તેને સહી-સલામત તેના માતા પિતાને સોપવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.