Western Times News

Gujarati News

નદીઓમાં શબ વહી રહ્યા છે અને PMને સેન્ટ્રલ વિસ્ટા સિવાય કંઈ દેખાતુ નથીઃ રાહુલ

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બગડતી સ્થિતિ પર રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. તેમણે એક ટિ્‌વટ કરીને કહ્યુ, ‘નદીઓમાં વહેતા અગણિત શબ, હોસ્પિટલોમાં માઈલો સુધી લાઈનો, જીવન સુરક્ષાનો છીનવ્યો હક! ઁસ્, એ ગુલાબી ચશ્મા ઉતારો જેનાથી સેન્ટ્રલ વિસ્ટા સિવાય કંઈ દેખાતુ નથી.’

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે. મોટી સંખ્યામાં દર્દીઓની હોસ્પિટલોની સ્થિતિ બગડી રહી છે. દેશની ઘણી હોસ્પિટલો ઑક્સિજન, વેંટિલેટર અને વેંટિલેટર બેડની કમી સામે ઝઝૂમી રહ્યા છે. વળી, યુપી, બિહાર અને હરિયાણાથી નદીઓમાં કોરોના દર્દીઓના શબ મળવાની ઘટના પણ સામે આવી હતી. સ્થિતિ એ થઈ ગઈ છે કે સ્મશાન ઘાટોમાં દર્દીઓના અગ્નિ સંસ્કાર માટે જગ્યા પણ નથી મળી રહી.

કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પરિયોજના સેન્ટ્રલ વિસ્ટા પર આંગળી ઉઠાવવાની શરૂ થઈ ગઈ છે. વિપક્ષી દળો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને જાેતા આ પરિયોજનાના નિર્માણ કાર્ય પર રોક લગાવવામાં આવે. કોરોનાની ગતિ ધીમી પડી, ૨૪ કલાકમાં આવ્યા ૩.૨૯ લાખ નવા કેસ વાસ્તવમાં, આ પરિયોજના હેઠળ એક નવા સંસદ ભવન અને નવા આવાસીય પરિસરનુ નિર્માણ કરવામાં આવશે. આ હેઠળ પ્રધાનમંત્રી આવાસ અને ઉપરાષ્ટ્રપતિ ભવનનુ નિર્માણ પણ કરવાનુ છે.

રાહુલ ગાંધી સહિત ઘણા નેતા કોરોના કાળમાં આ પરિયોજના પર સતત ચાલી રહેલ કામ વિશે સવાલ ઉઠાવી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને ગુનાહિત બરબાદી ગણાવી દીધી હતી.. આ પરિયોજનાની આધારશિલા નરેન્દ્ર મોદીએ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ મૂકી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.