નદીના પ્રવાહમાં અવરોધથી કાળી દેવી નારાજ થઈ જાય છે
દહેરાદૂન: લુધિયાનાના ઉદ્યોગપતિ રાકેશ મેહરા ૧૫ ઓગસ્ટ, ૨૦૧૧ની રાહ જાેઈ રહ્યા હતા. તે દિવસ તેમના માટે ખાસ હતો કારણ કે તેમણે ગઢવાલ હિમાલયમાં ખરીદેલા હાઈડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટના એકમની ટ્રાયલ શરૂ થવાની હતી. ઋષિગંગા નદી પર ૧૩.૨ મેગાવોટનો પ્લાન્ટ આખરે લગભગ છ વર્ષ પછી પૂર્ણ થવાનો હતો. પરંતુ ઉદ્ઘાટન પૂર્વે પ્રોજેક્ટ સ્થળની ઉપર પર્વત પરથી એક મોટો બોલ્ડર રાકેશ મેહરાના માથા પર પડ્યો અને તેમનું મોત નીપજ્યું. જાે કે, આ ઘટનામાં બીજા કોઈને નુકસાન થયું નહોતું.
ત્યારબાદ ગ્રામજનોએ આ ઘટનાને દૈવી ચેતવણી ગણાવી હતી અને કહ્યું હતું કે નદીના પ્રવાહમાં અવરોધ ન આવવો જાેઈએ. લોકોએ દાવો કર્યો હતો કે નદીના પ્રવાહમાં અવરોધ થતાં આ દેવીનો ખરાબ સંકેત છે. જણાવી દઈએ કે, ઋષિગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ આ મહિનામાં ૭ ફેબ્રુઆરીએ પૂરથી ઝપેટમાં આવ્યો હતો જે શરૂઆતથી જ સમસ્યાઓથી ઘેરાયેલો રહ્યો છે.
આ પ્રોજેક્ટ ઘણા વર્ષોથી સુધી બંધ પણ રહ્યો. આ પ્રોજેક્ટને વર્ષ ૨૦૦૫માં રાકેશ મેહરા દ્વારા ખરીદવામાં આવ્યો હતો, જેમનું પ્રોજેક્ટ સાઇટ પર મૃત્યુ થયું હતું. આ પછી ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૩ અને ૨૦૧૬માં વારંવાર પૂર અને આંચકા આવ્યા હતા.
૨૦૧૬માં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓનું માનવું છે કે કાળીદેવી, જેની તેઓ ઉપાસના કરે છે, તે આ આપત્તિઓ દ્વારા નારાજગી બતાવી રહી છે. આ વિસ્તારના ગામલોકોનું કહેવું છે કે અકસ્માતો બીજું કઈ નથી પરંતુ વારંવાર ચેતવણી છે. ૧૯૭૦માં ઝાડ બચાવવા ચીપ્કો આંદોલન આરંભ કરનાર ગૌરા દેવીના પુત્ર સોહનસિંહ રાણાએ કહ્યું હતું કે,
‘જ્યારે ૧૯૯૮માં બાહ્ય લોકો દ્વારા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ માટે જમીન ખરીદી હતી, ત્યારે હું નવમા ધોરણમાં ભણતો હતો. ત્યારબાદ અમે એક પછી એક આપત્તિ જાેઇ રહ્યા છીએ. આજે પરિસ્થિતિ એવી છે કે અમારા ગામના લોકો રૈની ગામમાં રાતમાં રોકાતા પણ ડરે છે.’
૭૦ વર્ષીય કલાવતી દેવીએ કહ્યું, ‘આ જમીનને ખાણકામ, ઝાડ કાપવા અને પર્વતો પર વિસ્ફોટથી સ્થળાંતર કરવામાં આવી રહી છે. આ બધી કુદરતી આફતો તેનું પરિણામ છે. સ્થાનિક લોકો એમ પણ માને છે કે કાળીદેવી, જેની તેઓ પૂજા કરે છે,
તે આ આપત્તિઓ દ્વારા નારાજગી બતાવી રહી છે. રૈણી ગામના દિનેશ ચંદ્રે જણાવ્યું હતું કે, અમારી કાળી દેવી જે ખીણની રક્ષા કરે છે તે અમને વારંવાર સંકેતો આપી રહી છે. માતા પ્રકૃતિ સાથે ચેડા કરવાની ખુશ નથી.