નદીપારના વિસ્તારોના લોકોને ૧૦ અને ૧૧ જુન પાણી પુરવઠો મળી શકશે નહીં
અમદાવાદ,શહેરનાં પશ્ચિમ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોની ભવિષ્યની પાણીની જરુરીયાતને ધ્યાનમાં રાખી જાસપુર ખાતે ૨૦૦ એમ.એલ.ડી.ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા ૨૨૦૦ મી.મી.વ્યાસની વોટર ટ્રંક મેઈન લાઈન શિફટ કરવાની કામગીરી હાથ ધરવાની હોવાથી ૧૦ અને ૧૧ જુનના રોજ નદીપારના વિસ્તારના લોકોને પાણી પુરવઠો મળી શકશે નહીં.પશ્ચિમના ચાંદખેડા,મોટેરા ઉપરાંત રાણીપ સહિતના વિસ્તારોમાં ૧૧ જુને સાંજે ઉપલબ્ધ જથ્થાના આધારે પાણી અપાશે.
મ્યુનિ.ના ઈજનેર વોટર પ્રોજેકટ દ્વારા નદીપાર આવેલા વિસ્તારોની ભવિષ્યની પાણીની જરુરને ધ્યાનમાં રાખી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૨૦૦ એમ.એલ.ડી.ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા ર્નિણય કરવામાં આવ્યો છે.આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામમાં ૨૨૦૦ મી.મી.વ્યાસની કલીયર વોટર ટ્રંક મેઈન લાઈન શીફટ કરવાની કામગીરી કરવામાં આવનારી હોવાથી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ૧૦ જુનના દિવસે શટડાઉનનો ર્નિણય લેવામાં આવ્યો છે.
શટડાઉનના કારણે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારીત શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોન ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના ચાંદખેડા,મોટેરા અને રાણીપ વોર્ડના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારીત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાંથી ૧૦ અને ૧૧ જુનના રોજ પાણી પુરવઠો આપી શકાશે નહીં.૧૧ જુને ઉપલબ્ધ જથ્થાના આધારે સાંજના સમયે પાણી આપવામાં આવશે.HS3KP