નદી મહોત્સવ અંતગર્ત યોગા મેડિટેશન-ધ્યાન શિબિરનું આયોજન
અમદાવાદના સાબરમતી ઇવેન્ટ સેન્ટર ખાતે (તા ૨૮/૧૨/૨૧ સવારે ૦૬:૦૦ કલાકે)યોગા મેડીટેશન અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
જે રીતે શરીર અને મનને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે યોગ અને ધ્યાનની જરુરીયાત છે તેમ નદીની ગરીમા જાળવવા માટેની નદીની સાફ સફાઈ જરુરી છે અને તે માટે દરેક અંગત જવાબદારી ઉઠાવે તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી.
આ કાર્યક્રમ ગુજરાત યોગ બોર્ડ, લકુલેશ યુનિવર્સીટી તથાવિવિધ યોગ ગ્રુપના સહકારથી કરવામાં આવ્યું.જેમાંનાના બાળકો તથા વિવિધ રમતવીરો સાથે અંદાજે ૨૭૫ યોગ રસિકો તથા ૧૦૦ યોગ શિક્ષકો / જાહેર જનતા દ્વારા વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો.