નફરાનના પિતાએ શ્રીલંકામાં હાઈકોર્ટના જજની હત્યા કરી હતી
શ્રીલંકા પોલીસે આતંકીઓની બુક કરાવનારની અટકાયત કરી-અમદાવાદમાંથી ઝડપાયેલા આતંકી નફરાનના પિતા શ્રીલંકાના કુખ્યાત ગુનેગાર
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગુજરાત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ૪ આતંકીના કેસમાં ગુજરાત છ્જી દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાત છ્જીની સાથે સાથે તમિલનાડુ છ્જી અને શ્રીલંકા પોલીસ પણ તપાસમાં સામેલ થઈ છે.
મળતી માહિતી મુજબ, પકડાયેલા ૪ આતંકીઓ પૈકી એક આતંકી મોહમ્મદ નફરાનની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકી મોહમ્મદ નફરાનનો પિતા પણ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. નફરાનના પિતાએ શ્રીલંકામાં હાઈકોર્ટના જજની હત્યા કરી હતી. મોહમ્મદ નફરાનના પિતા નિયાસ નૌફરને વર્ષ ૨૦૦૪માં હાઇકોર્ટના જજ સરથ અંબેપિટિયાની હત્યા માટે મૃત્યુ દંડની સજા કરવામાં આવી હતી.
તો, વર્ષ ૨૦૧૭માં શ્રીલંકા પોલીસ દ્વારા નફરાનના પિતાની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમ અન્ડ જ્વેલરી એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. નિયાસ નૌફર શ્રીલંકામાં પોટટ્ટા નૌફર તરીકે ઓળખાય છે અને શ્રીલંકાના અન્ડરવર્લ્ડનો ડોન માનવામાં આવે છે.
તો, બીજી બાજુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે શ્રીલંકામાં શ્રીલંકા ટેરરીઝમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક ૪૪ વર્ષીય ઈસમની અટકાયત કરવામાં આવી રહી છે. આ શખ્સ દ્વારા અમદાવાદમાં પકડાયેલ ચારેય આતંકીઓની ટિકિટ બુક કરાવવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.