નબળા જંતુનાશકના પરિણામે વર્ષે ૩૦૦૦૦ કરોડનુ નુકસાન
નવી દિલ્હી, નબળા જંતુનાશકના ઉપયોગના પરિણામસ્વરૂપે દેશના ખેડુતોને દર વર્ષે ૩૦૦૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન થઇ રહ્યુ છે. સરકારી નજર અને યોગ્ય નિયમન ન હોવાના કારણે આ નુકસાન થઇ રહ્યુ છે. સરકારની ઉદાસીનતાના કારણે બજારમાં વેચાઇ રહેલા જંતુનાશકમાં આશરે એક ચતુર્થાશ નબળા પ્રમાણના છે. આ ખુલાસો હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં કરવામાં આવ્યો છે. જંતુનાશકના તપાસમાં કેટલીક બાબતોનો ખુલાસો થયો છે.
ખેડુતોના સંગઠન ભારતીય કૃષક સમાજે હાલમાં જ જંતુનાશકના કુલ ૫૦ નમુનામાં તપાસની કામગીરી હાથ ધરી હતી. તપાસ ગુરૂગ્રામ સ્થિત જંતુનાશક ફોર્મ્યુલા ટેકનોલોજી સંસ્થામાં કરવામાં આવી હતી. જેમાં ૧૩ નમુના નબળા સ્તરના નજરે પડ્યા હતા. ૫૦ નમુનામાંથી ૨૬ બ્રાન્ડેડ જંતુનાશકમાં તપાસ કરવામાં આવી છે. બ્રાન્ડેડ જંતુનાશકના મામલે પણ તપાસ કરવામાં આવી ચુકી છે. નબળી ગણવત્તાવાળા જતુંનાશકના કારણે પાકમાં અનેક પ્રકારની બિમારી લાગી જાય છે.
કેટલીક વખત ખુબ ખરાબ અસર થાય છે. આના કારણે ખેડુતોને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૩૦ હજાર કરોડનુ નુકસાન થયુ છે. બનાવટી જંતુનાશક પણ હવે બજારમાં મળવા લાગી ગયા છે. મિલીભગતના કારણે આ તમામ નેટવર્કને ચલાવવામાં આવે છે. આને લઇને કાયદાને વધારે કઠોર કરી દેવાની જરૂર છે. જિલ્લા સ્તર પર કામ કરવાની જરૂર પણ દેખાઇ રહી છે. ખેડુતની હાલત પહેલાથી ખરાબ થયેલી છે. આવી સ્થિતીમાં બનાવટી જંતુનાશક અને નબળા સ્તરના જંતુનાશકના કારણે ભારે નુકસાન થાય છે. ૫૦ નમુનામાં તપાસ કરવામાં આવી ચુકી છે.