નબળું બિયારણ વેચનાર કંપનીને વ્યાજ સહિત રૂા.૩૪ લાખ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ખેડૂત પરિવારે મહિન્દ્રા એગ્રો કંપની પાસેથી બટાકાનું બિયારણ ખરીદ્યું હતું.
મહેસાણા, ગ્રાહક જાગૃત બને તો ન્યાય ચોક્કસ પણ મળે છે. તેવું સાબિત કર્યું છે. એક ચુકાદાએ ગુજરાત રાજ્ય ગ્રાહક કમિશન સમક્ષ આવેલ બિયારણ મામલે સામે આવેલા કેસમાં કોર્ટે ખેડૂતની તરફેણમાં એક મહત્ત્વપૂર્ણ આદેશ કર્યાે છે. ખેડૂતનો પાક નિષ્ફળ જતા બિયારણ ઉત્પાદિત કરતી કંપનીને વળતરની રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યાે છે.
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ખેડૂત પરિવારે મહિન્દ્રા એગ્રો કંપની પાસેથી બટાકાનું બિયારણ ખરીદ્યું હતું. જાેકે બિયારણ નાંખ્યા બાદ પાક નિષ્ફળ જતા કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યાે હતો.
અમદાવાદ સ્થિત ગુજરાત સ્ટેટ કમિશનર એટલે કે ગ્રાહક કોર્ટમાં ખેડૂતે દાવો કર્યાે હતો કે, જે બિયારણ વાવ્યા હતા તે પ્રમાણે ૫૦૦ મણ પાક થવો જાેઈતો હતો. પરંતુ તેની સામે માત્ર ૧૦૦ મણ પાક મળ્યો. બિયારણ સહિત અન્ય ખર્ચ અને તેને મળવા પાત્ર રકમ સહિત કુલ ૧૭,૪૦,૦૦૦નો ખર્ચ ખેતી પાછળ કર્યાે હોવાની વાત રજૂ કરી હતી.
અને તેની સામે વળતર ચૂકવવા બિયારણ ઉત્પાદક કંપની સામે દાવો કર્યાે હતો. જે મામલે કંપનીએ પણ તે પાકના સેમ્પલ લઈ પોતાની લેબમાં ટેસ્ટ કરાવ્યા જેમાં પણ બિયારણમાં ખામી હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે ખેડૂત વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ હેમલતા શાહે જણાવ્યું કે, બિયારણ ઉત્પાદક કંપનીને બિયારણ સહિત ખેતી કરવામાં થયેલ ખર્ચ ૧૭,૪૦,૦૦૦ ઉપરાંત પાક થયા બાદ વેચાણથી મળવાપાત્ર રકમ સહિત ૪૦ લાખ રૂપિયાના વળતરનો દાવો કર્યાે હતો.
આ મામલે કન્ઝ્યુમર કોર્ટે ૬૦ટકા વળતર લેખે કુલ ૨૪,૨૦,૭૭૫ રૂપિયા અને તેના પરનું વ્યાજ ગણીને ૩૪ લાખ રૂપિયા તેમજ ૫૦ હજાર માનસિક ત્રાસ અને ખર્ચ પેટે ૧૦ હજાર ચૂકવવા માટે મહત્ત્વપૂર્ણ હુક્મ કર્યાે છે.