નમો સ્ટેડિયમમાં અક્ષર પટેલે રચ્યો ઇતિહાસ, ૧૧ વિકેટ ખેરવી બનાવ્યો રેકોર્ડ
અમદાવાદ: ભારતના ડાબોડી સ્પિનર અક્ષર પટેલે જ્યારથી ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારથી તેઓ છવાયેલા છે. પહેલી ટેસ્ટમેચથી જ પોતાનો જલવો બતાવનાર અક્ષરે પોતાના કરિયરની બીજી ટેસ્ટ સમાપ્ત થતા સુધીમાં ઇગ્લેન્ડ સામેની મેચમાં દુનિયાના શ્રેષ્ઠ સ્પિનરોને મળે તેવી સિદ્ધી હાસલ કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં આ સિદ્ધી મેળવી અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
અક્ષર પટેલે અમદાવાદમાં રમાયેલી ડેનાઇટ પિંક બૉલ ટેસ્ટમાં બંને ઇનિંગમાં કુલ ૧૧ વિકેટ મેળવી હતી. આ કારનામો કરનારા તે પ્રથમ બૉલર છે. અક્ષર પટેલે પ્રથમ ઇનિંગમાં ૩૮ રન આપી અને ૬ વિકેટ મેળવી હતી જ્યારે બીજી ઇનિંગમાં ૩૨ રન આપી અને ૫ વિકેટ મેળવી હતી. અક્ષર પટેલે ઇંગ્લેન્ડ સામેની બંને મેચમાં પાંચ વિકેટ મેળવનારા ત્રીજા બૉલર બની ગયા છે.
તેના પહેલાં લક્ષ્મણ શિવારામાકૃષ્ણન અને રવિચંદ્ર અશ્વિને પણ આ કારનામો કરેલો છે. પ્રથમ ઇનિંગમાં અક્ષર પટેલે ઇંગ્લેન્ડ સામેની બંને મેચમાં પાંચ વિકેટ મેળવનારા ત્રીજા બૉલર બની ગયા છે. તેના પહેલાં લક્ષ્મણ શિવારામાકૃષ્ણન અને રવિચંદ્ર અશ્વિને પણ આ કારનામો કરેલો છે. પ્રથમ ઇનિંગમાંઅક્ષર પટેલ બીજા એવા ભારતીય બૉલર છે જેણે પોતાના કરિયરની બંને ટેસ્ટમાં ૩ વાર પાંચ વિકેટ મેળવવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉ આ કારનામો નરેન્દ્ર હિરવાની પણ કરી ચુક્યા છે.
અક્ષર પટેલે ચાર ઇનિંગમાં ૧૮ વિકેટ ઝડપી છે. તેમની એવરેજ ૯.૪૪ની છે જ્યારે તેમનો સ્ટ્રાઇક રેટ ૨૫.૮ છે જે વિશ્વમાં સૌથી સારા બૉલરની સારી બૉલિંગ સ્ટ્રાઇક રેટ સાથે (૧૫થી વધુ વિકેટ ઝડપનાર બૉલર) વિકેટ ઝડપનાર બૉલર બની ગયા છે. મેચમાં અક્ષરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો