નયારા એનર્જી અને શેલ લ્યુબ્રિકન્ટ્સ વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી
નયારા એનર્જી જે એક આધુનિક ઈન્ટીગ્રેટેડ ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની છે તથા શેલ, જે ફિનિશ્ડ લ્યુબ્રિકન્ટ્સમાં વિશ્વની અગ્રણી કંપની છે, તેમને એક વ્યુહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. તેના માધ્યમથી વપરાશકર્તાઓને શેલ લ્યુબ્રિકન્ટ્સના આ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રોડક્ટ ઉપલબ્ધ કરવવામાં આવશે. તેમાં અલ્ટ્રા એન્જીનના તેલની પ્રીમિયમ રેન્જનો પણ સમાવેશ થાય છે. તે ઉત્પાદ નયારા અને એસ્સારના ફ્યુઅલ સ્ટેશન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. નયારા એનર્જી ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ કરી રહેલ ખાનગી ફ્યુઅલ નેટવર્ક છે. તે દેશભરમાં 5900 ફ્યુઅલ સ્ટેશન ચલાવે છે.
નયારા એનર્જીના સીઈઓ બી. આનંદ જણાવે છે કે નયારા એનર્જી અને શેલ લ્યુબ્રિકેન્ટ્સની આ ભાગીદારી બંન્ને બ્રાન્ડ્સની મજબુતીનો લાભ ઉઠાવશે. જેનાથી દેશભરના વપરાશકર્તાઓને વિશ્વસ્તરીય પ્રોડક્ટ અને સેવાઓ મળશે. આ ભાગીદારી નયારા એનર્જીની આ પ્રતિબદ્ધતાને વધુ મજબુતીથી સામે લાવશે જેના થકી અમે વેલ્યુ ચેઈનમાં સર્વોત્કૃષ્ટતા સુનિશ્ચિત કરીએ છીએ.
નયારા એનર્જીના ચીફ માર્કેટીંગ ઓફિસર સ્ટીફન બેયલર જણાવે છે કે અમને એ વાતની ખુશી છે કે ભારતમાં વધતી મોબિલીટી અને સુવિધાઓ સાથે જોડાયેલ આવશ્યકતાઓની પૂર્તિ માટે અમે શેલ લ્યુબ્રિકેન્ટ્સ સાથે ભાગીદારી કરી રહ્યાં છીએ. અમે આ ભાગીદારીની મદદથી અમારા વિસ્તૃત નેટવર્કના માધ્યમ થી દેશભરમાં વપરાશકર્તાઓને સારા અનુભવ મળશે.
શેલ લ્યુબ્રિકેન્ટ્સ ઈન્ડિયાના કંટ્રી હેડ રમન ઓઝા જણાવે છે કે અમારા દરેક પ્રયાસોની કેન્દ્રિતતામાં અમારા વપરાશકર્તાઓ છે. નયારા એનર્જીની સાથે અમારી ભાગીદારી એ વાતનું પ્રતિક છે કે અમારા બંન્નેના સિદ્ધાંત એકસમાન છે તથા અમે બંન્ને વપરાશકર્તાઓને તેમની આવશ્યકતાઓ અનુરૂપ વધુમા વધુ સંતુષ્ટી આપવા ઈચ્છીએ છીએ. આ ભાગીદારી સાથે જ અમે ભારતમાં પોતાના વિશ્વ સ્તરીય ટેક્નોલોજી, પ્રોડક્ટ અને સેવાઓને પહેલેથી જ ઘણી મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ સુધી લઈ જઈ શકીશું તથા લ્યુબ્રિકન્ટ બજારમાં પોતાની ઉપસ્થિતિને વિસ્તારી શકીશું. ભારતીય બજારમાં વિસ્તરણની ખુબ જ સંભાવનાઓ છે, ખાસ કરીને મહાનગરો સિવાયના શહેરોમાં. આ ભાગીદારીના માધ્યમથી અમે આ સંભાવનાઓ પર કામ કરવાની આશા રાખીએ છીએ.
ઓક્ટોબર 1, 2020થી નયારા એનર્જી નયારા બ્રાન્ડની સાથે નવા રીટેલ આઉટલેટ રજૂ કરી રહી છે. અત્યારસુધી દેશમાં 200થી વધુ નવા નયારા ફ્યુઅલ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે