નયારા એનર્જી વાડીનાર રિફાઇનરીમાં 450 કિલો ટન પ્રતિ વાર્ષિક પોલીપ્રોપીલિન પ્લાન્ટ સ્થાપાશે
આ પ્રોજેક્ટ તાજેતરના સમયમાં સૌથી મોટા નાણાંકીય સોદાઓમાંના એકને ચિહ્નિત કરે છે-નયારા એનર્જીએ તેના પેટ્રોકેમિકલ્સ માટે રૂ.4,016 કરોડની નાણાંકીય પૂર્ણતા પ્રાપ્ત કરી
મુંબઈ, 26 ઓગસ્ટ 2021: આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ આજે જાહેરાત કરી છે કે તેણે પેટ્રોકેમિકલ્સમાં વિસ્તરણ યોજનાના પ્રથમ તબક્કા માટે નાણાકીય પૂર્ણતા હાંસલ કરી છે.
કંપનીએ 4,016 કરોડ રૂપિયાની પ્રોજેક્ટ ટર્મ લોન માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેંકોના કોન્સોર્ટિયમ સાથે નાણાકીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ ગુજરાતમાં તેની વાડીનાર રિફાઇનરીમાં 450 KTPA પોલીપ્રોપીલિન પ્લાન્ટ સ્થાપવા માટે ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી છે. કંપની પાસે પહેલેથી જ જરૂરી જમીનનો કબજો છે અને તેને આગામી પ્રોજેક્ટ માટે નવા પાર્સલ ખરીદવાની જરૂર નથી.
નયારા એનર્જીએ વર્ષ 2019 માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પેટ્રોકેમિકલ્સમાં વિસ્તરણ કરવાની યોજનાની સૌપ્રથમ જાહેરાત કરી હતી. લોન સુવિધા 15 વર્ષથી વધુ સમય ધરાવે છે અને તાજેતરના સમયમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા પ્રોજેક્ટ ફાઇનાન્સ સોદાઓમાંનો એક છે. આ પ્રોજેક્ટને દેવું અને ઇક્વિટીના મિશ્રણથી ભંડોળ પૂરું પાડવાનો પ્રસ્તાવ છે.
નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. એલોઇસ વિરાગે જણાવ્યું હતું કે, “નાણાકીય પૂર્ણતા થવાથી દેશની સૌથી મોટી સંકલિત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ સંકુલ બનવાની અમારી વૃદ્ધિની યોજનાઓ સફળ થાય છે.
પોલીપ્રોપીલિનની માંગ વાર્ષિક 10% ની આસપાસ વધવાની ધારણા છે. પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું બાંધકામ 2023 માં પૂર્ણ થવાની અપેક્ષા છે. પેટ્રોકેમિકલ્સમાં આ સાહસ સાથે, અમે ભારતને વિશ્વસ્તરીય પેટ્રોકેમિકલ્સ હબ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ’’
બજારની નબળી સ્થિતિ હોવા છતાં નાણાકીય સંસ્થાઓ તરફથી મળેલો ઉત્સાહપૂર્ણ પ્રતિભાવ કંપનીમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ, તેના મજબૂત વારસો અને નેતૃત્વની પુષ્ટિ કરે છે. આ પ્રોજેક્ટ કંપનીની નફાકારકતાને પ્રોત્સાહન આપશે અને શેરધારકો દ્વારા અપનાવેલ એસેટ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીને અનુરૂપ આગામી કેટલાક વર્ષોમાં નયારા એનર્જીની એકંદર નાણાકીય કામગીરીમાં સુધારો કરશે ’’ એવું નયારા એનર્જીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરશ્રી અનુપ વિકલ ઉમેર્યું હતું.