Western Times News

Gujarati News

ખુદાને કહેજા કે, દયા કરીને ઓછામાં ઓછું દિવસમાં બે વાર હું ખાવાનું પામું.’

ખુદા-બંદ-કરીમની સભામાં હજરત મુસા પહોંચ્યા અને નમસ્કાર કર્યા. ત્યાં તો ખુદાએ એમને કહ્યુંઃ ‘મુસા, મે સંસારનું નિર્માણ કર્યું છે, હવે તમે એકવાર જઈને જાઈ આવો તો સારું.’ હજરત મુસા ખુદાની આજ્ઞા શિરોધાર્ય કરી મનુષ્યલોકમાં આવી પહોચ્યા.

ત્યાં એમની પહેલી નજર સત્તુ નામની એક ડોસી પર પડી. તે એટલી ગરીબ હતી કે જાત ઢાંકવા કપડાં પણ ન હતાં અને ધુળમાં પડી પડી તે બોલતી હતીઃ ‘કશુંક આપ ખુદા, કશુંક અપાવી દે ખુદા !’ મુસાને જાઈને અત્યંત કરૂણ સ્વરે બોલીઃ ‘હજરત, ખુદા પાસે જઈને મારી એટલી તો સિફારીશ કરો કે તન ઢાંકવા પુરતાં કપડાં મળે. કંઈ કેટલાય દિવસોથી ભુખી છું. અનાજનો એક કણ પણ હું પામી નથી. ખુદાને કહેજા કે, દયા કરીને ઓછામાં ઓછું દિવસમાં બે વાર હું ખાવાનું પામું.’

હજરત મુસાએ એની વાત ખૂબ ધ્યાનથી સાંભળી અને એ એને આશ્વાસન આપી આગળ વધ્યા. રસ્તામાં એમણે સિલેમાનું ઘર જાયું. એની શ્રી-સંપત્તિની આખા નગરમાં ચર્ચા થતી હતી. હજરત મુસા એના ઘર આગળ અટકી ગયા. સિલેમાએ હજરત મુસાને ઓળખી લીધા. ઘણા આદરપૂર્વક એમને પોતાના ઘરમાં લઈ ગયો અને ઘણી સેવા કરી. હજરત મુસા જવા તૈયાર થયા એટલે સિલેમા બોલ્યોઃ ‘હજરત, ખુદાને કહેજા કે એમણે મને આ કેવી જાળમાં ફસાવી દીધો છે ! મારી આ મિલ્કત થોડી ઓછી કરી દે તો કેટલું સારું જેથી મને એમની સેવા કરવાનો થોડો વધુ સમય મળે ને !’

હજરત ત્યાંથી વિદાય માગીને આગળ વધ્યા. રસ્તામાં એમને સાધુઓનું એક ટોળું મળ્યું. દરવેશો પાસે જઈને હજરત બોલ્યાઃ ‘ હે ખુદાના બંદાઓ ! હું મુસા છું. ખુદાના હુકમથી આ દુનિયાને જાવા આવ્યો છું.જા તમારે ખુદાને કશુંક કહેવાનું હોય તો જણાવો. હું તમારો સંદેશો એમના સુધી પહોચતો કરીશ.’

દરવેશાએ હજરતની આ વાત સાંભળીને એમને પકડયા અને બોલ્યાઃ હજરત, આજકાલ અમ લોકો ભૂખ્યા છીએ અને તમે ખુદાને સંદેશો પહોચાડવાની વાત કરો છો ? તમે તે કેવા માણસ છો ? સીધે સીધા બે બકરીઓ, દોઢ પણ ઘી અને થોડી સાકર મંગાવી આપો. નહી તો અમે લોકો તમને છોડનાર નથી. આ કુતરાઓ પાસે તમારું માથું પીંખાવી નાખીશું, સમજયાં ?’
હજરત મૂસાએ માગેલી વસ્તુઓ જલદી મંગાવી આપવાની વ્યવસ્થા કરી. એ વસ્તુઓ દરવેશોને મળી ત્યારે એમને છોડવામાં આવ્યા.

બસ, દુનિયા પર આટલું જાઈને જ હજરત મુસા ધરાઈ ગયા. તે પાછા ફર્યાખુદાની પાસે પહોચી ગયા અને એમને પૂરેપૂરી વિગત જણાવી. ખુદા બોલ્યાઃ ‘મૂસા, જા તમે પેલી ભૂખી †ી માટે સિફારીશ કરી છે તો હુંતેને તન ઢાંકવા ધુળ પણ નહી આપું અને સિલેમાનું ધન ઓછું કરવાનું કહેશો તો એનું ધન હજાર ઘણું વધારી દઈશ.’ સાશ્ચર્ય હજરત મુસાએ પ્રશ્ન કર્યોઃ ‘એમ શાથી, હુજુર ?’

ખુદા બોલ્યાઃ ‘ એ ગરીબ †ીએ એની સુખી અવસ્થામાં મારું નામ લીધું નથી. સુખ પછી હવે દુઃખનો વારો આવ્યો ત્યારે, હવે તે મારું નામ લઈ રહી છે અને સિલેમા સોદાગર ! હું એ ભકતના ધનને ઓછું કરવાનું વિચારી જ શકતો નથી. એણે પહેલાં પણ મારી ઘણી ભકિતકરી છે અને આજે પણ એ એવો જ નિષ્ઠાવાન છે.’

મુસા કહેઃ ‘હુજુર,ડોસી અને સિલેમા માટે તમે આવા આદેશો આપ્યા, પણ પલા દરવેશો માટે તો કશું કહ્યું નહી.’
ખુદાએ કહ્યુંઃ‘હે મૂસા !બહિશત સ્વર્ગ અને દોજખ નરક નામનાં બે ખાનાં છે. ભકતોને હું બહિસ્ત સ્વર્ગમાં સ્થાન આપું છું. અને દેવ-ગુરુની નિંદા કરનારા તથા ધર્મદ્રોહીઓ માટે દોજખ-નરક છે. દરવેશો સાધુઓની તું ચર્ચા કરી રહયો છે તે તો કેવળ વેશધારી દરવેશો છે. એ કંઈ સાચા દરવેશો નથી. બાહ્ય દેખાવમાં તેઓ લોકોને દરવેશો ભલે લાગે, બાકી તેઓ અકમર્ણય,ક્ષુદ્ર દારૂ પીનારા અને દુરાચારી છે. એવા ધર્મદ્રોહીઓ માટે તો મે કયારનું દોજખ નરકનું સ્થાન નિશ્ચિત કરી રાખ્યું છે. તેઓ બધા તો નરકના અધિકારી છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.