Western Times News

Gujarati News

નરગીસને જાેતાં જ સુનિલ દત્ત નર્વસ થઈ ગયા હતા

મુંબઈ: હિન્દી ફિલ્મ જગતમાં નરગીસ દત્તનું નામ અમર થઈ ગયું છે. નરગીસે પોતાની કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. નરગીસે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત પાંચ વર્ષની ઉંમરથી જ કરી હતી. બાળ કલાકાર તરીકે કલા પાથર્યા બાદ નરગીસે શ્રી ૪૨૦, મધર ઇન્ડિયા, ચોરી ચોરી, આવારા, આહ અને અનહોની જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

વર્ષ ૧૯૫૭માં આવેલી મધર ઇન્ડિયા બાદ તેણે સુનીલ દત્ત સાથે લગ્ન કરી લીધા. વર્ષ ૧૯૮૧ની ત્રીજી મેના રોજ ૫૮ વર્ષની ઉમરે તેને કેન્સર થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આજે નરગીસ દત્તની ૪૦મી પુણ્યતિથિ છે.

આજે આપણે નરગીસ અને સુનીલ દત્ત વચ્ચેના સંબંધો અને પ્રેમના કિસ્સા અંગે જાણીશું. બોલિવૂડમાં નરગીસનો પ્રવેશ ઘણા સમયથી થઈ ગયો હતો. તે સમયે સુનિલ દત્ત ઓલ ઇન્ડિયા રેડિયોમાં રેડિયો જાેકી હતા. બીજી તરફ નરગીસ ખૂબ ખ્યાતનામ બની ગઈ હતી. સુનીલ દત્તને નરગીસ ખૂબ જ પસંદ હતી. સુનીલ દત્તને નરગીસનો ઇન્ટરવ્યૂ કરવાની જવાબદારી સોંપાઈ હતી. બધી વસ્તુ બરાબર ચાલતી હતી, પણ નરગીસ સામે આવતા જ સુનિલ દત્ત નર્વસ થઈ ગયા.

ઇન્ટરવ્યૂની વાત તો એક બાજુ રહી, તેઓ નરગીસ સાથે સરખી રીતે વાત પણ ન કરી શક્યા. તે ઇન્ટરવ્યૂ તો થયો જ નહીં, સાથે સુનિલ દત્તની નોકરી પણ જાેખમમાં મુકાઈ ગઈ. ૧૯૪૯માં મહેબૂબ ખાનની ફિલ્મ અંદાઝની સફળતા નરગીસ, રાજ કપૂર અને દિલીપ કુમાર માટે મહત્વની હતી. અંદાઝ બાદ રાજ કપૂર અને નરગીસની ફિલ્મ બરસાત રિલીઝ થઈ.

બંને ફિલ્મોની સફળતાએ નરગીસ અને રાજ કપૂરની ભાગ્ય ખોલી નાખ્યા. રાજ કપૂર અને નરગીસે એક સાથે ૧૬ ફિલ્મોમાં કામ કર્યું. પડદા ઉપર બંને વચ્ચેની કેમેસ્ટ્રીની જેટલી ચર્ચા થઈ તેનાથી વધુ ચર્ચા અંગત જીવન અંગે થવા લાગી. રાજ કપૂરના પરિવારને આ વાતની ખબર પડતા મોટો હોબાળો મચી ગયો હતો. પરિવારને વિખેરાતો જાેઈને રાજ કપૂર ધીમે ધીમે નરગીસથી દૂર જવા લાગ્યા. રાજ કપૂરના આવા વર્તનથી નરગીસ ખૂબ પરેશાન રહેવા લાગી. કિશ્વર દેસાઈની બુક ડાર્લિંગ જી મુજબ નરગિસે ઘણી વખત આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.