નરસેલા કંપાની બાજુમાં ૧૫૦ વીઘામા આગ ફાટી નીકળતા ઘાસચારો બળીને ખાખ
બાયડ તાલુકાના નરસેલા કંપામાં રવિવારે અચાનક આગ લાગતા લગભગ ૧૫૦ વીઘા માં વાવેતર કરેલ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો શ્યામ બાપુ ના પરિવારની જમીન માં લાગેલી આગમાં અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું સેવાઈ રહ્યું છે
મોડાસાથી આવેલ ફાયર ફાઈટર હોય ૫ કલાકની જહેમત પછી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી પ્રમાણે ગ્રામ પંચાયત સરપંચ ના પરિવારોની જમીન નરસેલા કંપા ની બાજુમાં ૧૫૦ વિઘા જમીન આવેલી છે
તેમનો ઘાસચારો તેમજ કીમતી વૃક્ષો સાગ લીમડા સહિત નો ઉછેર કરવામાં આવે છે તા૭ ના રોજ ડીપીમાં શોર્ટ સર્કિટ થયા પછી તણખલા પડ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું અને લગભગ અડધા કિલોમીટર સુધી આગ નું સ્વરૂપ જોઇ શકાતું હતું શ્યામ બાપુ ના ફાર્મ પર આગ લાગવાની ઘટના આજુબાજુ લોકો સુધી પહોંચતો ગાબટ ઉભરાણ સહિત આજુબાજુના ગામ માંથી લોકો મદદે દોડી આવ્યા હતા
પરંતુ આગળનું ભયાનક સ્વરૂપ જોતો મોડાસાના ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી જે લગભગ પાંચ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી પરંતુ ત્યાં સુધી ઘાસચારો તેમજ કીમતી વૃક્ષો આગમાં ખાખ થઇ ગયા હતા
અને પરિવાર ઉપર આફત આવી પડી હતી ૧૫૦ વીઘાના ફાર્મમાં સિંચાઇની વ્યવસ્થા પણ પરિવારને અગણિત નુકસાન થયું છે પરિવાર દ્વારા આગનું કારણ જાણ્યા પછી જો વીજતંત્ર ની બેદરકારી હશે તો કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે