Western Times News

Gujarati News

નરાધમોએ પરિણીતાને ડ્રગ્સ આપી ગેંગરેપ ગુજાર્યો

Files Photo

અમદાવાદ: ગુજરાતમાં હાલ કોરોનાના મહામારી સૌ કોઈને હંફાવી રહી છે ત્યારે અમદાવાદમાં શરમજનક ઘટના ઘટી છે. અમદાવાદમાં પરિણીતા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દીધી છે અને ઓરોપીએ ગેંગરેપનો વીડિયો પણ બનાવ્યો છે. આરોપીઓએ રીક્ષામાં મુસાફરી કરી રહેલી પરિણીતાને ડ્રગ્સ આપી દીધુ હતુ. ત્યાર બાદ આ હવસખોરોએ વારાફરતી પરરિણિતા પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ ર્નિલજ્જ લોકો આટલેથી ન અટકતા આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો.

પરિણીતાને ડ્રગ્સ આપતી વખતે નરાધમોએ માત્રાનું ધ્યાન ન આપતા ડ્રગ્સના ઓવરડોઝને કારણે પરિણાતાનું મોત થયું હતુ. દાણીલીમડા પોલીસે આ મામલે ૩ શખ્સો સામે ગેંગરેપ વીથ મર્ડરનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે. હત્યા, અને ગેંગરેપના ૩ આરોપીઓની દાણીલીમડા પોલીસે ધરપકડી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.