નરેડી ગામના સરપંચ દ્વારા વિનામૂલ્યે માસ્ક અને સેનેટાઇઝેનનું વિતરણ કરવામાં આવ્યું
કોરોના વાયરસના ઝડપી થઇ રહેલા સંક્રમણને અટકાવવા અને તેનાથી સાવચેત રહેવું જરૂરી બન્યું છે. વહીવટી તંત્ર દ્રારા તમામ પગલાં ભરવામાં આવી રહયા છે. કોરોના વાયરસથી બચવા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી રહી છે જેને અનુલક્ષી ને આજે નરેડી ગામના સરપંચ દ્રારા વિનામૂલ્યે માસ્ક અને સેનેટાઇઝેનનું વિતરણ કરવામાં આવ્યું હતુ તેમ નરેડી ગામ ના યુવા અને ઉત્સાહી સરપંચ મનોજ ઠુંમર એ અખબારી યાદીમાં જણાવ્યું છે.