નરેન્દ્ર મોદીએ દિલ્હીના લોકોને શાંતિની અપીલ કરી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લોકોને શાંતિની અપીલ કરી છે. આપને જણાવી દઇએ કે ઉત્તર-પૂર્વ દિલ્હીના ઝાફરાબાદા, મૌજપુર-બબરપુર અને ચાંદ બાગ વિસ્તારમાં થયેલી હિંસામાં મૃતકોની સંખ્યા વધી ૨૦ થઇ ગઇ છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે શાંતિ અને સદભાવ આપણો સ્વભાવ છે. હું દિલ્હીના ભાઇઓષ બહેનોને શાંતિ અને ભાઇચારાની અપીલ કરું છું. ઝડપથી શાંતિ અને સ્થિતિ સામાન્ય થવી જરૂરી છે. પીએમ મોદીએ એક બીજી ટ્વીટમાં કહ્યું કે તેમણે દિલ્હીની સ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીના વિભિન્ન હિસ્સાઓની સ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવ્યો છે.