નરેન્દ્ર મોદીએ રસી લીધા બાદ રસીકરણની ગતિમાં ચાર ગણો વધારો
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કોરોના વાયરસની રસી લગાવ્યા બાદ દેશમાં રસીકરણની ગતિમાં ચાર ગણો વધારો નોંધાયો છે. દેશમાં પ્રતિ ૧૦૦ લોકો પર કોરોના રસીની ખુરાકની સંખ્યા ૦.૪૧ થી ૧.૫૧ ઉપર પહોંચી ગઇ છે બ્યુમબર્ગ અને જાેન્સ હોપકિંસ યુનિવર્સિટી તરફથી એકત્રિત કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં અત્યાર સુધી લગભગ ૨૧ (૨ કરોડથી વધુ) મિલિયન ખુરાક આપવામાં આવ્યા છે સરકાર તરફથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર એક દિવસમાં ૧૫ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.
એ યાદ રહે કે દેશભરમાં રસીકરણનો બીજાે તબક્કો ૧ માર્ચથી શરૂ થયો હતો બીજા તબક્કાની પહેલી રસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગાવી હતી મોદીના રસી લીધા બાદ કયાંકને કયાંક લોકોમાં વિશ્વાસ વધ્યો છે અને લોકો હવે રસી લગાવવા માટે આગળ આવી રહ્યાં છે કયાંક રસીકરણ સેંટરો અને હોસ્પિટલમાં લાઇન લાગેલી પણ નજરે પડી રહી છે.
બીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ ઉમરના લોકોને રસી આપવામાં આવી રહી છે આ સાથે ૪૫ વર્ષથી વધુ ઉમરના લોકો પણ રસી લગાવી શકે છે જે કોઇ ગંભીર બિમારીથી પીડિત છે કંઇ કંઇ બિમારીના લોકો તેમાં સામેલ થશે સરકાર તેના માટે પહેલા જ ગાઇડલાન્સ જારી કરી ચુકી છે રસીકરણની શરૂઆત થયા બાદ દેશની અનેક કંપનીઓએ કહ્યું કે તે પોતાના કર્મચારીઓને મફતમાં કોરોના વેરસીન લગાવશે
ભારત સરકાર તરફથી ગત મહીને કોરોના વાયરસની બે રસી તાકિદના ઉપયોગની મંજુરી મળી છે આ એક ઓકસફોર્ડની કોવિશીલ્ડ વેકસીન સામેલ છે જેનું પ્રોડકશન ભારતમાં પુણે ખાતે સીરમ ઇસ્ટીટયુટ દ્વારા કરવામાં આવી રહ્યું છે જયારે બીજી ઓકવૈકસીન છે કોવૈકસીન પુરી રીતે સ્વદેશી રસી છે અને તેને ભારત બાયોટેક અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુંસંધાન પરિષદ તરફથી વિકસીત કરવામાં આવી છે.