નરેન્દ્ર મોદીના સ્વાગતમાં યુક્રેનથી પરત ફરેલા વિધાર્થીઓ એરપોર્ટ સર્કલ પર ગરબાના તાલે ઝૂમ્યા
અમદાવાદ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના અભિવાદન કરવા ૪ લાખથી વધુ લોકો ભેગા થયા છે, સૈાથી મહત્વની વાત છે કે યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓને સુરક્ષિત પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સિંહ ફાળો હતો તેના લીધે યુક્રેનથી હેમકેમ પરત ફરેલા વિધાર્થીઓ પણ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચ્યા છે, આ સાથે આ વિધાર્થીઓએ એરપોર્ટ સર્કલ પર ગરબાના તાલે ઝૂમ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી અગિયારમી માર્ચથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ભારતીય જનતા પક્ષ અને સરકાર દ્વારા તેમના કાર્યકમને લઇને તાડમાર તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે,અમદાવાદ હવાઈમથકે પ્રધાનમંત્રી મોદીના આગમન સ્વાગત બાદ કોબા ગામે ભાજપના પ્રદેશ કાર્યાલય “કમલમ” સુધી રોડ- શો યોજાશે, જેમાં વિવિધ સમાજના ચાર લાખ લોકો સડકના બંને કિનારે ઊભા રહી પ્રધાનમંત્રી મોદીનું અભિવાદન કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાજપના ટોચના હોદ્દેદારો સાથે પ્રધાનમંત્રી મોદી અહીં મહત્વની બેઠક યોજાશે.
ભાજપે ચાર રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજ્ય મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી આજે ગુજરાત પહોંચ્યા છે. ખુલ્લી જીપમાં સવાર થઈને વડાપ્રધાન મોદી અમદાવાદના રસ્તા પર રોડ શો કરી રહ્યા છે. જ્યાં ઠેરઠેર તેમનુ સ્વાગત કરાઈ રહ્યું છે.
લોકોનુ અભિવાદન ઝીલીને તેઓ કમલમ તરફ આગળ વધી રહ્યાં છે. ૧૦ મહિના બાદ વડાપ્રધાન મોદી ગુજરાતની ધરતી પર આવ્યા છે, ત્યારે તેમને વધાવવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેમની સાથે ખુલ્લી જીપમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સાથે દેખાઈ રહ્યા છે.
એરપોર્ટ થી માંડી કમલમ સુધી કુલ ૫૨ સ્ટેજ પર હાલ વિવિધ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં દેશની અલગ અલગ સંસ્કૃતિને કાલાકારો રજૂ કરી રહ્યાં છે.HS