નરેન્દ્ર મોદીનો બદલાયેલો રૂટ લિક થવા ઉપર સવાલ

નવી દિલ્હી/ચંડીગઢ, પંજાબના હુસૈનીવાલામાં બુધવારે એક ફ્લાયઓવર પર પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો ફસાયેલો રહ્યો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. આ બધા વચ્ચે ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારીઓનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર લાગેલા પીએમ મોદીના પોસ્ટર્સ ફાડતા જાેવા મળી રહ્યા છે. પંજાબ સરકારે જાે કે આ મામલે તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે.
પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક પર સીએમ ચરણજીત સિંહ ચન્નીના દાવાનો પોલ ખોલતા વીડિયોમાં પ્રદર્શનકારીઓ પોસ્ટર ફાડતા જાેવા મળી રહ્યા છે. ત્યારબાદ એ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું પ્રદર્શનકારીઓને પહેલેથી ખબર હતી કે પીએમ મોદીનો કાફલો અહીંથી પસાર થવાનો છે.
પંજાબ સરકારે પીએમ મોદીના ફિરોઝપુર પ્રવાસ દરમિયાન થયેલી ચૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. સમિતિમાં રિટાયર્ડ જજ મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ (ગૃહ મામલા) અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્મા સામેલ હશે. કમિટી ૩ દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજુ કરશે.
૫ જાન્યુઆરીએ ઘટેલી આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. ફ્લાયઓવર પર જ્યારે પીએમ મોદીનો કાફલો ફસાયો તો ત્યાં કેટલાક પ્રદર્શનકારીઓ હાજર હતા. એટલું જ નહીં કેટલાક પ્રદર્શનકારીઓ તો ચા પીતા પણ જાેવા મળ્યા અને ત્યાં ઊભેલી પોલીસ તમાશો જાેતી રહી.
અનેક પોલીસવાળા તો પ્રદર્શનકારીઓ વચ્ચે પણ જાેવા મળ્યા. ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો ૨૦ મિનિટ સુધી ફસાયેલો રહ્યો. આવામાં સવાલ એ ઉઠે છે કે શું પીએમ મોદીનો રૂટ જાણી જાેઈને લીક કરાયો ? આ ૫ મોટા સવાલ મો વકાસીને ઊભા છે-પીએમ મોદીનો રૂટ જાણી જાેઈને લીક કરાયો? પીએમ મોદીના પહોંચતા પહેલા રસ્તો કેવી રીતે બ્લોક થયો? પ્રદર્શનકારીઓને કેવી રીતે ખબર પડી કે પીએમ અહીંથી પસાર થશે? પોલીસ પ્રદર્શનકારીઓને રોકી શકી કેમ નહીં? પીએમ મોદીના કાફલાને કોણે ખોટું ક્લિયરન્સ આપ્યું?
પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને ભાજપે ખુબ જ ગંભીર ગણાવી છે.
જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આકરા પાણીએ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જ્યારે કોઈને ખબર નથી કે પીએમ મોદીનો કાફલો અહીંથી પસાર થશે, તેની જાણકારી ફક્ત સુરક્ષા દળોને જ હોય છે તો પછી ત્યાં ફ્લાયઓવર પર લોકો શું કરી રહ્યા હતા?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. અત્રે જણાવવાનું કે ત્રણ કૃષિ કાયદા પાછા લીધા બાદ પ્રધાનમંત્રીનો આ પહેલો પંજાબ પ્રવાસ હતો. પરંતુ ફિરોઝપુરના ફ્લાયઓવર પર ૨૦ મિનિટ સુધી ફસાયેલા રહ્યા બાદ પીએમ મોદી પાછા ફરી ગયા.SSS