નરેન્દ્ર મોદી માર્ચ મહિનાથી ગુજરાતનો પ્રવાસ કરશે
ગાંધીનગર, દેશમાં ટૂંક સમયમાં ગુજરાત સહિત પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે હાલ ભાજપ તેને જીતવા માટે કમર કરી રહી છે. હાલ પીએમ મોદી એનેક રાજ્યોમાં ચૂંટણી અતર્ગત જાહેર સભાઓ સંબોધી રહ્યા છે, ગુજરાત રાજ્ય માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી સંદર્ભે પ્રવાસનો રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનાથી ગુજરાતનો પ્રવાસ કરશે ,વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન ૧૨ જેટલા પ્રાવસ કરશે અને ચૂંટણી જીતવા માટે સમગ્ર રાજ્યોનો ખેડાણ કરી અનેક જાહેર સભાઓ સંબોધિત કરશે.HS