નરેન્દ્ર મોદી ૧૦ અને ૧૮ જૂને ગુજરાતની મુલાકાતે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે

નવીદિલ્હી,નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાત લેવા જઈ રહ્યા છે મળતી માહિતી મુજબ પીએમ મોદી ૧૪ જૂને મહારાષ્ટ્રના પ્રવાસે હશે. કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પૂણે જશે. જ્યાં પીએમ પોણા બે વાગ્યે પૂણેના દેહુમાં જગદગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ મુંબઈ જવા રવાના થશે અને સાંજે ૪.૧૫ વાગ્યે રાજભવન મુંબઈ ખાતે જય ભૂષણ બિલ્ડીંગ એન્ડ ગેલેરી ઓફ રિવોલ્યુશનરીઝનું ઉદ્ઘાટન કરશે. આ પછી, સાંજે ૬ વાગ્યે, તેઓ મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી સમારોહમાં ભાગ લેશે. આ કાર્યક્રમનું આયોજન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ અને ૧૮ જૂને ગુજરાતની મુલાકાતે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે અને નવસારી અને વડોદરા જિલ્લામાં બે જાહેરસભાઓને સંબોધશે. એક અધિકારીએ જણાવ્યું કે ૧૦ જૂને વડાપ્રધાન નવસારી જિલ્લાના ખુડવેલ ગામમાં આદિવાસીઓની સભાને સંબોધશે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના લગભગ ત્રણ લાખ આદિવાસીઓ ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે.
‘નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ’ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદી એ જ દિવસે નવસારીમાં નેશનલ હાઈવે-૪૮ પર સ્થિત મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એએમ નાઈક હેલ્થ કેર કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે ૧૮ જૂનના રોજ વડા પ્રધાન વડોદરા શહેરની બહાર એક સભામાં લગભગ ચાર લાખ લોકોને સંબોધિત કરવાના છે. અગાઉ, તેઓ એરપોર્ટથી સરદાર એસ્ટેટ નજીકના સ્થળ સુધી રોડ શો પણ કરશે, એમ તેમણે જણાવ્યું હતું.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મોદી પડોશી પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ટેકરીઓ પર આવેલા મહાકાળી મંદિરમાં પૂજા કર્યા બાદ સવારે વડોદરા પહોંચશે. અગ્રવાલ અને સ્થાનિક સાંસદ રંજન ભટ્ટની સાથે તૈયારીની સમીક્ષા કરવા મેદાનની મુલાકાત લીધા પછી, પટેલે જણાવ્યું હતું કે, “ચાર કિમી લાંબા રોડ શો પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લેપ્રસી હોસ્પિટલમાં ગ્રામીણ આવાસ જેવી વિવિધ સરકારી યોજનાઓની જાહેરાત કરી છે.HS2KP