નરેશ પટેલને આપમાં જોડાવા માટે આપના નેતાનું આમંત્રણ
રાજકોટ, પાટીદાર અગ્રણી નરેશ પટેલને રાજકારણમાં લાવવા માટે અનેક પક્ષના નેતાઓ વારંવાર અપીલ કરી ચૂક્યા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી (આપ) પણ તેમાંથી બાકાત નથી. શનિવારે રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન આપ નેતા ઈસુદાન ગઢવીએ નરેશ પટેલને પક્ષમાં જાેડાવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે મીડિયાને જણાવ્યું કે, નરેશભાઈ ખૂબ જ સારા કાર્યકર અને મોટા આગેવાન છે.
તેમણે સમાજ અને તમામ જ્ઞાતિઓ માટે કામ કર્યું છે. જેથી તેમના જેવા પ્રતિભાશાળી વ્યક્તિએ હવે રાજકારણમાં આવી સમાજની સેવા કરવાની જરૂર છે. હાલ સાફ ઈમેજ અને ભ્રષ્ટાચાર મુક્ત એકમાત્ર પાર્ટી આપ છે, જેથી અમે નરેશભાઈને આવકારીએ છીએ.
ઈસુદાને નરેશ પટેલને લઈને મીડિયાને જણાવ્યું કે, તમારા જેવા વ્યક્તિની આમ આદમી પાર્ટીને જરૂર છે. તમારા કારણે સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ પણ આ પાર્ટીમાં જાેડાશે અને આદ આદમી પાર્ટી સરકાર બનાવશે. કારણે કે ભાજપ ભ્રષ્ટ છે.
લોકોમાં એવી છાપ છે કે, ભાજપમાં લોકો માલ માટે, ફાઈલ માટે અને કોન્ટ્રાક્ટ માટે જાય છે. જ્યારે કોંગ્રેસ તો પતી જ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ હવે જીવી શકશે કે શું કરશે મને ખબર નથી કારણે તે ૨૭ વર્ષ સુધી વિપક્ષમાં રહીને કંઈ કરી શકી નથી. જેથી એકમાત્ર પાર્ટી જે આમ આદમી જેનું ભવિષ્ય છે ગુજરાતમાં જેથી નરેશભાઈએ પાર્ટીમાં આવવું જાેઈએ.
ઉલ્લેખનીય છે કે, ૪ દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ પત્ર લખીને નરેશ પટેલને પાર્ટીમાં જાેડાવવા આમંત્રણ આપ્યું હતું. હાર્દિકે પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીનું શાસન છે અને આવા સંજાેગોમાં જાે નરેશભાઈ કોંગ્રેસમાં જાેડાય અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે તો સ્વાભાવિક રીતે ગુજરાતની જનતાને ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ નરેશ પટેલે જણાવ્યું હતું કે, મને હજી સુધી લેટર મળ્યો નથી. આવા આમંત્રણ મને દરેક પક્ષમાંથી આવે છે જેથી યોગ્ય સમયે હું ર્નિણય લઈશ.’SSS