નરેશ પટેલે પાસના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી
(એજન્સિ) રાજકોટ, રાજકોટમાં ખોડલધામ ખાતે નરેશ પટેલે પાસના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા હાજર રહ્યા હતા. ખોડલધામ ખાતેની બેઠકમાં સામાજીક અને રાજકીય ચર્ચા મુદ્દા પર ચર્ચા થઈ હતી.
તો સાથે જ હાર્દિક પટેલની કોંગ્રેસથી નારાજગી અંગે પણ ચર્ચા થઈ હતી. બેઠક બાદ હાર્દિક પટેલે કહ્યુ કે, આજે અમે રાજકીય, સામાજિક પારિવારિક મુદ્દા પર ખૂલીને ચર્ચા કરી છે. નરેશભાઈની સલાહ હંમેશા અમે માનીને આગળ વધીએ છીએ. આજે કેસ પાછા ખેંચવાની પ્રોસેસ જલ્દી ચાલે તેના પર ચર્ચા કરી.
તેમના રાજકીય ર્નિણય પર અમે સહમત છીએ. તેમના આદેશને સર્વમાન્ય માનીને આગળ વધીશું. અમારા હેતુ સામાજિક પરિબળોને હાવિ બનાવવુ નહિ, પણ લોકોને સમૃદ્ધ બને તે છે.
કોંગ્રેસ સાથે નારાજગીની વાત પર હાર્દિક પટેલે કહ્યુ કે, હું કોંગ્રેસથી નારાજ છું તે જગજાહેર છે. કાર્યકારી પ્રમુખ છું તો એની એક જવાબદારી હોય. અમે કામ માંગીએ છીએ, અમે પદ નથી માંગતા. મારા મુદ્દાઓનું નિરાકરણ ન આવે તો ઉદેપુર ચિંતન શિબિરમાં જઈને શું કરું. અત્યાર સુધી પક્ષને આપ્યુ જ છે, કંઈ લીધુ નથી.
કોંગ્રેસના નેતાઓ શુ વિચારે છે તેની મને ખબર નથી, પણ નરેશભાઈ હાઈકમાન્ડ સાથે વાત કરી રહ્યાં છે. નરેશભાઈના ર્નિણય સાથે હું છું. નરેશભાઈ જેમની સાથે જાેડાશે તે પાર્ટીને ફાયદો થશે.
તો નરેશ પટેલે કહ્યુ હતુ કે, પાટીદાર યુવકો પરના કેસ જલ્દી ખેંચાય તેવી સરકારને વિનંતી છે. કેસ ખેંચાવની પોઝિટિવ વાત શરૂ થઈ છે, પણ જલ્દીથી કેસ ખેંચાય તે જરૂરી છે. ર્નિણય લેવાયો, પણ પ્રોસિજર ધીમી ચાલે છે. મારા રાજકારણના પ્રવેશ અંગે મેં હાર્દિક અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી. પાંચ સાત દિવસ પછી બીજી બેઠક કરીશું, તેમાં મારો ર્નિણય જણાવીશ.