નરૉડામાંથી નકલી એક્વાગાર્ડનો ૧૫.૫૬ લાખનો સામાન મળ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, નરોડામાં દુકાનમાં નકલી એક્વાગાર્ડનો સામાન વેચાતો હોવાની બાતમી માલ્ટા કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે મળીને કાર્યવાહી કરતા ફિલ્ટર કાર્ટેજ સહીત રૂપિયા ૧૫.૫૬ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો. અને દુકાનધારક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે એક્વાગાર્ડનાં અધિકારીઓને બાતમી મળી હતી કે નરોડામાં જીવનપ્રાણ રેસિડેન્સીમાં આર પ્યોર વોટર ટેક્નોલોજી નામની દુકાનમાં એક્વાગાર્ડનાં નામે નકલી કાર્ટેજ તથા આર ઓ કન્ઝયુમેબલ કીટ વેચાઈ રહી છે. જેની ગુણવત્તા પણ સારી નથી હોતી
જેથી કંપનીના આધિકારીઓ એ પોતાની રીતે તપાસ કર્યા બાદ મંગળવારે રાત્રે આ દુકાન પર દરોડો પાડીને ૨૦૦૦ કાર્ટેજ તથા ૧૫૦ આર ઓ કન્ઝયુમેબલ કીટ નો જથ્થો જપ્ત કર્યો હતો. જેની કિંમત પંદર લાખ છપ્પન હજારથી વધુ હતી. પોલીસે દુકાનના માલિક નિરાજસિંઘ ભદોરિયા વિરુદ્ધ કોપી રાઇટનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.