Western Times News

Gujarati News

નરોડાઃ વેપારી જમવા ગયા અને ચોર પોણા બે લાખ લઈ ફરાર

અમદાવાદ : અમદાવાદમાં ચોરીની ઘટનાઓ હાલમાં ખૂબ વધી ગઈ છે જા કે ગઈકાલે બપોરે એક વેપારી પોતાની દુકાન બંધ કરી જમવા ગયા એ સમયે કોઈક રીતે દુકાનમાં ધૂસી આવેલા ચોરે દુકાનનાં કાઉન્ટરમાંથી પોણા બે લાખ રૂપિયાની ચોરી કરી હતી આ ઘટના બાદ ચોરનો સીસીટીવી ફુટેજ બહાર આવ્યા છે.

આ ઘટના અંગેની વિગત એવી છે કે શ્રેયાસભાઈ મુકેશભાઈ પટેલ (૨૦) કઠવાડા રોડ નરોડા ખાતે રહે છે અને સુતરતના કારખાના ખાતે શ્રીજી એસ્ટેટમાં એસએમ ટ્રેડર્સ નામની દુકાન ધરાવી બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરે છે ગઈકાલે બપોરે સાડા બાર વાગ્યે શ્રેયાસભાઈ નિત્યક્રમ મુજબ દુકાનના કાચના દરવાજાને તાળુ મારીને પોતાના ઘરે જમવા ગયા હતા જ્યાથી એક વાગે પરત ફરતાં દરવાજા ખુલ્લો જાતા ચોકી ગયા હતા

બાદમા દુકાનમાં કાઉન્ટર તપાસતા કુલ રૂપિયા એક લાખ પંચોતેર હજાર ગાયબ હતા જેથી તેમણે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસતા એક લાલ કલરની ટીશર્ટ પહેરેલો શખ્શ દુકાનમાં ઘૂસી ને કાઉન્ટરમાંથી રૂપિયાની ચોરી કરતો નજરો પડ્યો હતો અડધા કલાકનાં ગળામાં જ ચોર દુકાનના તાળા તોડી પોણા બે લાખ રૂપિયા ચોરી જતા આસપાસના વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

આ ઘટના બાદ શ્રેયાસભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી ફુટેજમાં ચોર શખ્સ દુકાનમાં આટા મારતો તથા ફોન પર વાત કરતો જાવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.