નરોડાનાં વેપારીનો ઓગણીસ લાખનો માલ લઈ રાજકોટનો ગઠીયો ફરાર
અમદાવાદ : શહેરનાં વધુ એક વેપારી સાથે છેતરપિંડીની ઘટના બહાર આવી છે. ખેતીવાડીને લગતાં માલને અમદાવાદથી કોલકત્તા મોકલવાનો હોઈ રાજકોટનાં ટ્રાન્સપોર્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જાકે રૂપિયા ઓગણીસ લાખ રૂપિયાનો માલ ટ્રકમાં ભરી કલકત્તા ડીલીવીર કરવાને બદલે રાજકોટ ખાતે ઊતરાવી દીધો હતો. આ ઘટના બાદ વેપારી રાજકોટ પહોંચતાં ટ્રાન્સપોર્ટરની ઓફીસ પણ બંધ મળી આવી હતી. જેનાં કારણે તેમને પોતાની સાથે છેતરપિંડીની જાણ થઇ હતી.
નરોડા જીઆઈડીસીમાં એગ્રીનોવા ાયોકેર નામે ફેક્ટરી ધરાવી જૈવીક ખાતર તથા દવાઓની ઊત્પાદન કરતાં મહેશભાઈ પટેલ પોતાનો ધંધો ગુજરાત, રાજસ્થાન તથા પશ્ચિમ બંગાળમાં ધરાવે છે. કેટલાંક દિવસો અગાઊ પશ્ચિમ બંગાળથી માલનો ઓર્ડર મળતાં તેમણે તમામ માલ તૈયાર કરીને તેને કલકત્તા ખાતે મોકલી આપવા રાજકોટની ટ્રાન્સપોર્ટ કંપની એસ.એસ.ટ્રાન્સપોર્ટનો સંપર્ક કર્યાે હતો.
જેનાં માલિક દિવ્યેશ હમીર સાથે રૂપિયા ૭૦ હજાર ભાડું નક્કી કર્યા બાદ વીસ હજાર રૂપિયા એડવાન્સ પેટે આપ્યા હતાં. જેથી નવધણ મણાભાઈ અંબારીયા (સુરેન્દ્રનગર) નામનો ડ્રાઈવર ટ્રકમાં ઓગણીસ લાખ રૂપિયાની કિંમતનો માલ લઇ કોલકત્તા જવા નીકળ્યો હતો. જાકે ફરીથી તેનો સંપર્ક કરતાં નવધણે પોતે બરોડાની બીજા ડ્રાઈવરને ટ્રક આપી હોવાનું જણાવ્યું હતું. જેથી દિવ્યેશનો સંપર્ક કરતાં તેણે પણ ગલ્લા તલ્લાં કર્યા હતા.
આમ બે દિવસ સુધી ચાલ્યા બાદ મહેશભાઈએ ટ્રકનાં માલિક દિલ્પેશભાઈનો સંપર્ક કરતાં બધો સામાન રાજકોટ ખાતે ઊતાર્યાે હોવાનું જણાવતાં મહેશભાઈ ચોંકી ઊઠ્યા હતા અને રાજકોટ ખાતે પહોંચતાં ટ્રાન્સપોર્ટર દિવ્યેશની ઓફીસે પણ તાળાં મળી આવ્યા હતાં. જેમાં એ પોતે છેતરાયાંની જાણ થતાં મહેશભાઈએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે દિવ્યેશ, ડ્રાઈવર નવધણ તથા તેનાં મળતિયાઓ વિરુદ્ધ રૂપિયા ઓગણીસ લાખનો માલ ઊચાપત કરવાની ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદ લઈને તુરંત કાર્યવાહી શરૂ કરતાં રાજકોટ ખાતે એક ટીમ મોકલવાની તજવીજ હાથ ધરી છે.