Western Times News

Gujarati News

નરોડાના હંસપુરામાં કફ સિરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યમાં ગેરકાયદે નશાકારક કફ સિરપનાં વેચાણનો પર્દાફાશ થયા બાદ હવે નરોડા પોલીસે પણ કફ સિરપનો જથ્થો પકડીને ગુનો દાખલ કર્યોછે.

ધોળકામાંથી પકડાયેલા કફ સિરપની બોટલોના મૂળ નરોડા સુધી હતા. જેથી ધોળકા પોલીસે નરોડા પોલીસની મદ લઈને ગેરકાયદે વેચાણ કરતી એક વ્યક્તિને રંગેહાથ ઝડપી પાડી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે બાવળા, ધોળકા અને સાણંદ ખાતે દરોડા પાડીને છ લોકોને નશાકારક રફ સિરપ સાથે ઝડપી પાડ્યા હતા.

દારૂ આસાનીથી નહીં મળતાં નાની આદત ધરાવતા લોકો કફ સિરપનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ અમદાવાદના પાન પાર્લર ઉપર પણ હર્બલ ટોનિકના નામે નવ ટકા સેલ્સ જનરેટ આલ્કોહોલ યુક્ત સિરપ વેચાણ થઈ રહ્યું છે.
શરદી માટે કેટલાંક કફ સિરપ મેડિકલ સ્ટોર ઉપર વેચાય છે. પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ નશો કરનાર લોકો કરી રહ્યાં છે. અમદાવાદ જીલ્લા પોલીસે ત્રણ અલગ અલગ જગ્યા પર દરોડા પાડ્યા હતા.

જ્યાં ધોળકામાં ઝડપાયેલા આરોપીઓએ નરોડા ખાતેથી કફ સિરપ લાવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. ધોળકા પોલીસે નરોડા પોલીસની મદદથી હંસપુરા ખાતે આવેલી એની ટાઈમ ફાર્મસીની દુકાનમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ૧૭પ કફ સિરપ બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. નરોડા પોલીસે શૈલેષ ઉર્ફે સવજી દેસાઈની ધરપકડ કરી હતી અનેતેની પૂછપરછ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.