નરોડામાં અદાવતમાં બે યુવાનો ઉપર ટોળકીનો સશસ્ત્ર હુમલો
ગંભીર રીતે ઘાયલ બંને હોસ્પીટલમાં સારવાર હેઠળઃ ચાર આરોપીઓ પોલીસની પકડ બહાર |
અમદાવાદ : શહેરનાં શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે હત્યાના પ્રયાસનો ગુનો નોધાયો છે જ્ઞાતિ અંગે કેટલાક દિવસો અગાઉ થયેલા બોલાચાલીની અદાવત રાખી ગઈકાલે ચાર શખ્શોએ બે વ્યÂક્ત ઉપર ખૂની હુમલો કરતા વિસ્તારમાં નાસભાગ મચી હતી.
આ અંગેની વિગત એવી છે કે સન્ની ચંદુભાઈ દંતાણી વિજયમીલ ઔડાનાં મકાનમાં નરોડા રોડ ખાતે રહે છે કેટલાંક દિવસ અગાઉ તેને બનાવટી ઉર્ફે બબલુ રામેશ્વર કઠેરીયા (રહે બંસીની ચાલી,નરોડા રોડ) સાથે જ્ઞાતિ વિષયક ગાળો બોલતાં બોલાચાલી અને ઝઘડો થયો હતો.
જે તે વખતે અન્ય લોકોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા જા કે શનિવારે મોડી રાત્રે સન્ની તથા તેનો મિત્ર જઈ રહ્યા હતા ત્યારે બનાવટી અજય કલ્લુ તથા પપ્પુએ અગાઉની અદાવતનો બદલો લેવા ઝઘડો કર્યો હતા.
દરમિયાન બનાવટીએ અચાનક પોતાની પાસે રહેલુ ચપ્પુ કાઢી સન્નીના માથામાં માર્યુ હતુ બાદમા પગ અને હાથમાં પણ ઘા મારતા તે લોહી લુહાણ થઈ ઢળી પડ્યો હતો આ દૃશ્ય જાઈ સન્ની મિત્ર રમેશ તેમને બચાવવા વચ્ચે પડતા ચારેય ભેગા મળીને રમેશને પેટમા છરીઓ હુલાવી દીધી હતી અને તેને પણ ઉપરાછાપરી ઘા માર્યા હતા .
ચારેય શખ્શોએ બંને મિત્રો ઉપર આડેધડ ધા ઝીકતા બંનેને હાથ પગ પીઠ માથા અને કાન ઉપર ઈજાઓ થઈ હતી.
ઘટનાની વાત વાયુવેગ ફેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ હતી બાદમા પોલીસને જાણણ થતા પોલીસે સન્નીની ફરીયાદને આધારે ખુનના પ્રયાસનો ગુનો નોધી ચારેય આરોપીઓને ઝડપી લેવા ચક્રા ગતિમાન કર્યા છે જા કે હાલ સુધીમાં એકેય પકડી શકાયો નથી.