નરોડામાં આવારા શખ્સનાં ત્રાસથી મહિલાએ ફિનાઈલ પીધું
અમદાવાદ: શહેરમાં મહિલાઓને શારીરિક માનસિક રીતે પરેશાન કરતાં તથા તેમની સાથે અસભ્ય વર્તન કરતાં શખ્સોનો ત્રાસ વધી ગયો છે. ઈસનપુરમાં મહિલા શારીરિક સંબંધ રાખવા માટે રાજી ન થતાં દંપતીએ એસીડ એટેક કરવાની ઘટના બની છે. આ સિવાય પણ નરોડા અને સરખેજ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સાથે છેડતીની ઘટના બનતાં ચકચાર મચી છે.
નરોડા દહેગામ રોડ ઉપર એક સોસાયટીમાં રહેતાં સિમરન ભાટીયા નામની મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તે પોતાનાં પરીવાર સાથે રહે છે અને સાત વર્ષ પહેલાંથી રફીક છીપા (જમાલપુર) સાથે મિત્રતા ધરાવે છે. જેની સાથે ફોન પર વાતચીત થતી રહે છે. ગઈકાલે સાડા દસ વાગ્યે રફીક છીપાનો સીમરનબેન પર ફોન આવ્યો હતો. જેણે તું મારી સાથે વાત કેમ નથી કરતી અને મળવા કેમ નથી આવતી કહી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ વ્યથિત થયેલા સિમરનબેને ઘરમાંથી ફિનાઈલની બોટલ લઈ પોતાના પતિની બંધ દુકાન આગળ રાત્રે પોણા બાર વાગ્યે પહોંચ્યા હતા.
જ્યાં ફિનાઈલ ગટગટાવી લેતાં તેમની તબિયત લથડી હતી. બાદમાં તેમનાં પતિને જાણ થતાં તે સિમરનબેનને લઈ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. જ્યાંથી પોલીસ સમક્ષ ઉપરોક્ત નિવેદન કર્યું હતું. ઉપરાંત સમીર છિપાએ અગાઉ પણ ઘર આગળ તથા અન્ય સ્થળોએ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હોવાનું કહ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં સરખેજમાં બન્યો હતો. અજમેરીવાડી ખાતે રહેતાં ઝાકીરખાન પઠાણનાં પત્ની ઘરે એકલાં હતા ત્યારે ૧૬મી તારીખે બપોરનાં સમયે ઈમરાન ચેનલવાળો તેમનાં ઘરમાં ઘૂસીને પત્નીનું મોં દબાવી શારીરિક છેડતી કરી હતી. પત્નીએ આ ઘટના અંગે જાણ કરતાં ઝાકીરભાઈ ઈમરાનને ઠપકો આપવા જતાં તેણે અજીજ પટેલ (મકરબા)અને અ્ન્ય એક શખ્સ સાથે મળીને ઝાકીરભાઈને ગદડાપાટુનો માર માર્યાે હતો.