નરોડામાં ચેન સ્નેચરો ત્રાટક્યા : બે મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની લુંટ
અમદાવાદ : અમદાવાદ શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે તસ્કરો અને લુંટારુઓને મોકળુ મેદાન મળી ગયું છે પોલીસના પેટ્રોલીંગના દાવા વચ્ચે શહેરમાં રોજ ચોરી અને લુંટફાટની ઘટનાઓ બની રહી છે. શહેરના નરોડા વિસ્તારમાં એક જ દિવસમાં ચેન સ્નેચીંગની બે ઘટનાઓ ઘટતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના ક્રષ્ણનગર વિસ્તારમાં એસબીઆઈ બેંકની પાછળ પંચકુટિર રેસીડેન્સીમાં રહેતા સ્મિતાબેન પટેલ રાત્રિના ૮.૧પ વાગ્યાની આસપાસ નરોડા વ્યાસવાડી કેનાલથી હરીદર્શન ચાર રસ્તા તરફ જતા હતા આ દરમિયાન શનિદેવના મંદિરની સામેથી અેક્ટિવા ચલાવી તેઓ પસાર થઈ રહયા હતા
ત્યારે અચાનક જ રોંગ સાઈડમાં પ્લસર મોટર બાઈક પર આવેલા લુંટારુએ સ્મિતાબેનના ગળામાંથી રૂ.૪૦ હજારના કિંમતના સોનાના દોરાની ચીલઝડપ કરી હતી સ્મિતાબેનને બુમાબુમ કરી મુકી હતી પરંતુ તે પહેલાં લુંટારુ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો આ અંગે સ્મિતાબેનને ફરિયાદ નોંધાવતા હતા ત્યાં જ નરોડા વિસ્તારમાં ચેઈન સ્નેચીંગનો અન્ય એક બનાવ બન્યો હતો નરોડા વિસ્તારમાં આવેલા તક્ષશીલા રેસીડેન્સીમાં રહેતા રૂચીબેન જૈન રાત્રીના ૮.૩૦ વાગે નરોડા સ્મશાન પાસે ચાલતા પસાર થઈ રહયા હતા ત્યારે રોંગ સાઈડમાં જ પ્લસર બાઈક લઈને આવેલો એક શખ્સ તેમની નજીક આવ્ય્ હતો અને તેમના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરી ફરાર થઈ ગયો હતો એક જ સમયે બે સ્થળો પર ચેઈન સ્નેચીગની ઘટનાથી નરોડા પોલીસ ચોકી ઉઠી છે આ અંગે ઉચ્ચ અધિકારીઓએ પણ તાત્કાલિક સીસીટીવી કુટેજ મેળવી આરોપીઓને ઝડપી લેવા માટે આદેશ આપ્યો છે.
શાહીબાગમા મંદિરે દર્શન કરી દિકરાની રાહ જાતાં વૃદ્ધા ગળામાંથી રૂપિયા સિતેર હજારની કિમતના સોનાના દોરાની તડફંચી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. સુશીલા દેવી મહેન્દ્રકુમાર છાવસરીયા (૭૩) નેલ્યુલા ટાવર બોડકદેવ ખાતે રહે છે ગઈકાલે સુશીલાદેવી દિકરા આભાસભાઈ સાથે રાણી શક્તિ મંદિર શાહીબાગ ખાતે મંગલ પાઠમાં હાજરી આવા ગયા હતા મંગલપાઠ પુરો થતા રાત્રે આઠ વાગે બંને આભાસભાઈ પોતાની કાર લેવા ગયા હતા
જ્યારે સુશીલાબેન તેમની રાહ જાેઈ મંદિર બહાર ઉભા હતા એ વખતે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી સિતેર હજારનો સોનાનો દોરો તોડીને ફરાર થઈ ગયા હતા આ અંગે તેમણે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.