નરોડામાં તસ્કરોનો આતંકઃ લગ્ન પ્રસંગમાં આવેલી ત્રણ કારના કાચ તોડી ચોરી
અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ છે. ચોરો અને તસ્કરોએ માઝા મુકી છે. ધોળે દિવસે પોલીસની કોઈપણ જાતની બીક વગર તસ્કરો ગુનાને અંજામ આપી રહ્યા છે. વાહનોની ચોરી અને કારના કાચ તોડીને કિંમતી મત્તાની ચોરી જવાની ઘટનાઓ વધુને વધુ બની રહી છે. પોલીસના ભય ચોરોથી દૂર છે. ત્યારે ગેલમાં આવી ગયેલા તસ્કરોએ નરોડા વિસ્તારને શિકાર બનાવ્યો છે. નરોડામાં લગ્નના રીસપ્શનમાં આવેલા મહેમાનોની ત્રણ કારના કાચ તોડી રોકડ, દસ્તાવેજા ઉપરાંતની અન્ય કિંમતી મતા ચોરી જતાં ખળભળાટ મચી ગયો હતો.
હજુ થોડા દિવસ અગાઉ જ નિકોલમાં એક જ દિવસમાં ત્રણ વાહનો ચોરાઈ જવાની ઘટના બની હતી. જેમાં બે વાહનો તો એક જ હોસ્પીટલના પા‹કગમાંથી ચોરાયા હતા. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં જ નિકોલ વિસ્તારમાં આવેલા કેન્સવિલા બંગ્લોઝમાં રહેતા અપૂર્વ સુરેશભાઈ તળાવીયાના મોટાભાઈ ના લગ્ન પ્રસંગમાં આ ઘટના બની છે.
અપૂર્વભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તેમના મોટાભાઈ પાર્થ તથા કૌટુબિક ભાઈ ઉત્સવના લગ્નનું રીસેપ્શન શુક્રવારે રાત્રે નરોડા એસપી રીંગ રોડ ઉપર આવેલા સરદાર પાર્ટી પ્લોટની બાજુમાં રાજવન પાર્ટી પ્લોટમાં યોજાયુ હતુ. જેમાં ઘણા સગા સંબંધીઓ આવ્યા હતા. રીસેપ્શન બાદ તમામ મહેમાનો પરત જવા નીકળતા આશરે નવેક વાગ્યે પોતાની કાર લેવા માટે પા‹કગમાં પહોંચ્યા હતા. જ્યાં સૌ પ્રથમ રોહિત પટેલની કારના કાચ તૂટેલા જણાયા હતા. અને તેમાંથી તેમની પત્નીની બેગ તથા રોકડ રકમ ગાયબ હતી.
તપાસ કરતાં પાર્ક કરેલી મુકેશભાઈ તળાવીયા તથા હસમુખભાઈ આંબલિયાની કારના કાચ પણ તૂટેલા મળતા રીસેપ્શનમાં આવેલા અન્ય સબંધીઓ પણ પોતાની કાર તપાસ કરવા દોડ્યા હતા.
જા કે કુલ ત્રણ જ કારના કાચ તોડીને તસ્કરો તેમાંથી સામાન ચોરી ગયાનું બહાર આવ્યુ હતુ. આ ઘટનાની જાણ થતાં આસપાસના પાર્ટી પ્લોટ તથા રહેણાંક વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી હતી.
રહીશો નરોડા પોલીસની નિષ્ક્રીયતાને પગલે સમગ્ર ઘટના બનતા રોષે ભરાયા હતા. નોંધનીય છે કે નરોડાની ઘટના નવી નથી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવા આરોપીઓ સક્રીય છે. જે પોલીસની પક્કડથી બહાર રહી બિંદાસ્ત ગુના આચરી રહ્યા છે.