નરોડામાં પોલીસ પર હુમલો કરનાર વધુ એક ઝડપાયો
(સારથી એમ.સાગર) અમદાવાદ, નરોડામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરનાર વધુ એક આરોપીને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડયો છે.
પ્રજાસત્તાક દિનની સાંજે જ ઈંગ્લીશ દારૂના કેસમાં આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મચારીઓ ઉપર ટોળાએ હુમલો કર્યો હતો તેમને દોડાવી દોડાવીને માર માર્યો હતો આ ઘટનાનો આરોપી લવકુશ ઉર્ફે લવલી રાજપુત (નરોડા) ફરાર હતો જેની પીઆઈ એચ.એમ. વ્યાસની ટીમને બાતમી મળતા તેને હાટકેશ્વરના એએમટીએસ બસ સ્ટોપ પાસેથી પકડી લીધો હતો.
અત્રે નોંધનીય છે કે ત્રણ દિવસ અગાઉ જ આ ગુનામાં સામેલ પિતા-પુત્ર સહીત ત્રણ આરોપીને પણ ક્રાઈમબ્રાંચે ઝડપી લીધા હતા.