નરોડામાં બકરા ભરેલી ચાર ટ્રકો પકડાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ: તંત્ર દ્વારા ગેરકાયદેસર જાહર કર્યું હોવા છતાં પશુઓને જબરદસ્તી મોટી સંખ્યામાં ટ્રકમાં ભરીને કતલખાને લઈ જવાય છે. સમગ્ર રાજયમાં આવી ઘટના બનતી રહે છે જાકે અમદાવાદ શહેરમાં પોલીસ તંત્ર તથા ગૌવંશ રક્ષકોની સતર્કતાને કારણે તાજેતરમાં જ રામોલ તથા અડાલજ પોલીસ સ્ટેશનની હદમાંથી બે બનાવોમાં મોટા પ્રમાણમાં ઘેટાં- બકરા તથા ભેંસો સહીતનું પશુધન છોડાવ્યુ હતું
આ ઘટના હજી તાજી જ છે ત્યાં જ આજે વહેલી સવારે નરોડા વિસ્તારમાંથી બકરાઓની ગેરકાયદેસર હેરાફેરી કરતી ચાર ટ્રકો ઝડપી લેવામાં આીવ છે. પોલીસે ચાર ટ્રકોના ડ્રાઈવર તથા કલીનરોની અટક કરીને તેમની પુછપરછ હાથ ધરી છે જયારે તમામ પશુધનને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા. ટ્રકોમાં ગોંધી રાખેલા કેટલાંય બકરાઓની તબિયત ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળી રહયું છે.