Western Times News

Gujarati News

નરોડામાં બાળકીની છેડતી કરનાર આરોપીને ઇડર પોલીસે ઝડપી પાડયો

નેત્રામલી:.  સાબરકાંઠા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય રવીન્દ્ર  મંડલિક સાહેબનાઓએ જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓ પકડવા સૂચના કરતા શ્રી. ડી.એમ.ચૌહાણ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઇડર વિભાગ , ઇડર  નાઓના માર્ગદર્શન હેઠળ અને શ્રી પી.એલ.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર ઇડરનાઓના સીધા દેખરેખ હેઠળ તેમજ સૂચના મુજબ આજરોજ એ.એસ.આઇ. ચાપાભાઇ લાખાભાઇનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,  અમદાવાદ જીલ્લાના નરોડા વિસ્તારમાં એક ઇસમ આશરે ચાર થી પાંચ વર્ષની છોકરીની છેડતી કરી નાસી જઇ ઇડર લાઇફ લાઇન હોસ્પીટલની બાજુમાં આવેલ ઓડવાસ રામદેવપીર મંદિરની બાજુમાં આવેલ ઓરડીમાં સંતાયેલ છે.

જે બાતમી હકીકતની જાણ શ્રી પી.એલ.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર ઇડરનાઓને કરતાં શ્રી પી.એલ.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર ઇડર તથા એ. એસ.આઇ. ચાંપાભાઇ લાખાભાઇ  તથા આ.પો.કો. જયરાજસિંહ કેસરીસિંહ  તથા અ.પો.કો. જયદીપસિંહ બાબુસિંહ નાઓ સાથે બાતમી હકીકત વાળી જગ્યાએથી આરોપી ભાઇલાલભાઇ ગલબાજી ઓડ હાલ રહે. શ્રીનાથનગર, નાના ચિલોડા, નરોડા અમદાવાદ મુળ રહે. ખેડબ્રહ્મા તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા વાળાને પકડી પોલીસ સ્ટેશન લાવી સઘન પુછપરછ કરતાં બાતમી હકીકતની કબુલાત કરતો હોઇ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ખાતરી તપાસ કરાવતાં સદર પકડાયેલ ઇસમ વિરૂધ્ધ નરોડા પો.સ્ટે. માં  ગુન્હો નોંધ્યો  હોઇ સદર ઇસમને સદર ગુન્હાના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧), આઇ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.