Western Times News

Gujarati News

નરોડામાં કારની અડફેટે ૩ વર્ષની બાળાનું મૃત્યુ

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરની સડકો પર પુરપાટ અને બેફામ ગતિએ જતાં વાહનો નાગરીકો માટે ખતરારૂપ બન્યા છે અમદાવાદના માર્ગો ઉપર અવારનવાર અકસ્માતો સર્જીને શહેરીજનોના મોત નીપજાવી ભાગી ગયાના કિસ્સા બહાર આવે છે જેના કારણે હવે લોકો રસ્તા ઉપર ચાલતા પણ ડરી રહયા છે આવી જ એક કરુટ ઘટનાએ ગઈકાલે એક માસુમ બાળાનો ભોગ લીધો છે પુરપાટ ઝડપે જતી કારે ૩ વર્ષીય બાળકીને ટક્કર મારતાં જ તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું.

ઘટનાની વિગત એવી છે કે નરોડા ફ્રુટ માર્કેટ નજીક આવેલા મુનશીના છાપરામાં રાજ વોરાજી રાજગોંડા પોતાના પરિવાર સાથે રહે છે ગઈકાલે સાંજે સાત વાગ્યાના સુમારે તેમની ત્રણ વર્ષીય દિકરી પાયલ રમી રહી હતી ત્યારે અચાનક એક ઈકો કાર બેફામ ગતિએ આવી હતી અને પાયલને અડફેટે લીધી હતી કારની જારદાર ટક્કર વાગતા જ પાયલનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું જેના પગલે આસપાસના રહીશોના ટોળા ઉમટી પડયા હતા જયારે ઈકો કાર ચાલક જીગ્નેશભાઈ કાંતિલાલ જાદવ (રહે. બાવળા) પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં મૃતક પાયલના પરિવાર પર આભ તુટી પડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.