નરોડામાં બીજા માળેથી પટકાતા બાળકનું મોત
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજીરોટી મેળવવા આવી રહયા છે અમદાવાદનો વ્યાપ પણ વધી ગયો છે અને શહેરના છેવાડાના વિસ્તારોમાં નવી સાઈટો ચાલી રહી છે જેના પરિણામે વસ્તીમાં પણ વધારો થવા લાગ્યો છે કન્સ્ટ્રકશન સાઈટો પરથી શ્રમિકો પટકાવવાની ઘટના ઘટી રહી છે ત્યારે શહેરના કષ્ણનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં મનોહરવિલા ચાર રસ્તાની બાજુમાં આવેલા ભગવતીનગરમાં જગન્નાથ દિવાકર પોતાના પરિવાર સાથે રહે છે પરિવારમાં તેમને બે વર્ષનો પુત્ર અંશુ પણ હતો નાના બાળકની પરિવારજનો કાળજી લઈ રહયા હતા બે વર્ષનો થવાને કારણે તે ચાલવા પણ લાગ્યો હતો.
ગઈકાલે સાંજ પહેલા તે પોતાના ઘરમાં રમતો હતો તે દરમિયાન અચાનક જ બીજામાળેથી નીચે પટકાયો હતો જેના પરિણામે પરિવારજનો ડઘાઈ ગયા હતા અને તાત્કાલિક અંશુને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ અંશુને ગંભીર ઈજાઓ થવાથી તેની તબીયત વધુને વધુ લથડી હતી અને સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મૃત્યુ નીપજયું હતું. ભગવતીનગરમાં બીજામાળેથી પટકાતા માસુમ અંશુનુ મૃત્યુ નીપજવાની ઘટનાથી સ્થાનિક નાગરિકો શોકમગ્ન બની ગયા છે આ અંગે કષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.