નરોડામાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી વૃધ્ધાની દુકાન પચાવી પાડી
મૃત પતિના દસ્તાવેજા તપાસતા નરોડાની દુકાનના કાગળીયા મળતા સમગ્ર
|
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી છેતરપીંડીના સંખ્યાબંધ કેસો નોંધાવા લાગ્યા છે ખાસ કરીને વહેપારીઓ સાથે વહેપારીઓ દ્વારા થતી છેતરપીંડીની ઘટનાઓમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરમિયાનમાં શહેરના નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં વસ્ત્રાપુરમાં રહેતી એક વૃધ્ધ મહિલાની નરોડા વિસ્તારમાં આવેલી દુકાન બોગસ દસ્તાવેજા બનાવી એક શખ્સે પચાવી પાડી હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ અધિકારીઓએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ચિત્રકુટ બંગ્લોઝમાં રહેતા રાજુલબેન અતુલભાઈ શાહના પતિ અતુલભાઈ શાહ શેરબજારમાં ટ્રેડીંગ કરતા હતા અને તેમણે કેટલીક મિલકતો વસાવી હતી. ૧૯૯પમાં તેમણે નરોડામાં દુકાન ખરીદી હતી જાકે ર૦૧૧ના વર્ષમાં અતુલભાઈ શાહનું અવસાન થયું હતું રાજુલબેન શાહને સંતાનમાં મોટી પુત્રી છે જે પરણીને સાસરે રહે છે જયારે તેમનો યુવાન પુત્ર ઓસ્ટ્રેલિયામાં છે રાજુલબેન ઘરે એકલા રહે છે આ દરમિયાનમાં થોડા દિવસ પહેલા પોતાના પતિના દસ્તાવેજા અને કાગળીયાની તપાસ કરી હતી જેમાં નરોડાની દુકાનના દસ્તાવેજ મળી આવ્યા હતા
જેના પરિણામે વૃધ્ધ વિધવા મહિલા રાજુલબેને આ અંગેની તપાસ કરતા તે દુકાન પર ઈન્ડિયા કોલોની વિસ્તારમાં રહેતા કમલેશ પ્રભુદાસ વ્યાસ નામના શખ્સે કબજા જમાવી દીધો હતો જેના પરિણામે તેમણે તાત્કાલિક મામલતદાર કચેરીનો સંપર્ક સાધ્યો હતો અને તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે કમલેશ વ્યાસે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી રાજુલબેનની ખોટી સહીઓ કરી દુકાન પચાવી પાડી છે.
દુકાન પચાવી પાડવાની ઘટનાથી રાજુલબેને તાત્કાલિક આ અંગે વાંધા અરજી કરી છે અને પાવર ઓફ એટર્નીમાં રાજુલબેનની ગુજરાતીમાં સહી કરવામાં આવી છે તેમણે વાંધા અરજીમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમામ દસ્તાવેજામાં રાજુલબેનની અંગ્રેજીમાં સહી અને આ સહી સાવ ખોટી છે. વૃધ્ધ મહિલાની આ અરજીથી અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને તાત્કાલિક આ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી દુકાન પચાવી પાડવાનો આક્ષેપ કરી રાજુલબેને નરોડા પોલીસ સ્ટેશનમાં કમલેશ વ્યાસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.