નરોડામાં સેનિટાઈઝર ગેસ પર પડતા મહિલા ભડથુ થઈ ગઈ

(એજન્સી) અમદાવાદ, નરોડામાં સેનેટાઈઝરની બોટલ ગેસ ઉપર પડતા મહિલા સળગી ગઈ હતી. અને સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે નવા નરોડા વિસ્તારમાં મનોહરવિલા ચારરસ્તા પાસે શ્યામલ પાર્ક સોસાયટીમાં રહેતા જયશ્રીબેન દેવીલાલ લુહાર (ઉ.વ.રપ) તા.ર૯ના રોજ રાતના ૧૧ વાગ્યે પોતાના ઘરમાં દૂધ ગરમ કરતા હતા. આ સમયે રસોડામાં ગેસની ઉપર બાજુમાૃૃ મુશ્કેલી ખાંડની બરણી લેવા જતા હતા ત્યારે ત્યાં બાજુમાં પડેલી સેનેટાઈઝરની બોટલ ગેસ ઉપર પડી હતી. જેથી અચાનક જ ભડકો થયો હતો.
મહિલા આગમાં સપડાતા શરીરે સખ્ત રીતે દાઝી જવા પામી હતી. તુરત તેને સારવાર માટેે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે રાતે ૧૦ વાગ્ે ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.