નરોડા ગામમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડાઃ પાંચ જુગારી જબ્બે : સાત ભાગી છૂટ્યા
અમદાવાદ: રાજ્યના વડાએ દારૂ જુગારની બધ વિરુદ્ધ કડક કાર્યવાહી ના આદશો આપેલા હોવા છતા શહેરમાં અસંખ્ય સ્થળોએ દારૂ જુગારના ધામ ધમધમી રહ્યા છે અને અમદાવાદમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરોકટોક રીતે ચાલી રહી છે આ સ્થિતિ ગઈકાલે સ્ટેટ મોનીટરીગ સેલે નરોડા વિસ્તારમાં દરોડો પાડતા પાચ જુગારીઓને ઝડપી લીધા હતા જા કે સાતેક ભાગવામાં સફળ થતા હતા જ્યારે નારોલ પોલીસે પણ મોટી કાર્યવાહી કરી ૧૨ જુગારીઓને ઝડપી લીધા હતા આ સિવાય ઘાટલોડીયા સરખેજ પોલીસે પણબાર શકુનિયોને ઝડપી લીધા હતા જ્યારે પાલડી પોલીસે મેટા પર સટ્ટો રમતા શખ્શની અટક કરી છે.
સ્ટેટ મોનિટરીગ સેલની ટીમ ગઈકાલે પેટ્રોલિગમા હતી એ સમયે નરોડા ગામ ખાતે જુગારનું મોટુ ધામ ચાલતુ હોવાની માહીત મળતા ટીમે એસઆરપી સાથે રાખીને કેશવવાડી સામે વાચેલા વાસ ખાતે જ્યા રવાના થઈ હતી જુગારના અડ્ડાથી થોડે આગળ લોકોની સખત ભીડ હોઈ પોલીસ આવ્યાની જાણ થતા જ જુગારીઓમા નાસભાગ મચી હતી જેમની એસઆરપી અનેમોનીટરીગ સેલનાં જવાનોએ પીછો કર્યો હતો
જા કે સાતેક જેટલા જુગારીઓ ભીડનો લાભ લઈ ગલીઓમા ધુસી નાસી છુટવામાં સફળ રહ્યા હતા જ્યારે એકને જુગારધામ પરથી જ્યારે બાકીના ચારને પીછો કરી ઝડપી લેવામાં આવ્યા હતા ઉપરાંત રેડના સ્થળેથી ૩ મોબાઈલ ફોન બે વાહન સટ્ટાની સ્લીપો ઉપરાંત જુગારના સાધનો અને રોકડ સહીત કુલ એક લાખ રૂપિયાની આસપાસનો મુદ્દામાલ મળી આયો હતો પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે નારોલ પોલીસે પણણ મોટી કાર્યવાહી કરતા નારોલ પીપળજ પીરાણા રોડ ખાતે આવેલા આરઆર એસ્ટેટના ૧૨ નંબરનો ગોડાઉનમાં રેઈડ કરતા કુલ બાર શકુનિઓને ઝડપી લીધા છે અને ૪૦ હજાર ની રોકડ ૧૧ મોબાઈલ ફોન જુગાર રમવાના સાધનો સહીત કુલ ૮૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પુછપરછ જુગારના સંચાલક ઈકબાલ ઉર્ફે શાહરૂખ શેખે યીસીનપાર્ક સોલા અમદાવાદ ગોડાઉનની વ્યવસ્થા દાણીલીમડા રહેતા ચીના ઉર્ફે અલ્લારમાએ કરી આપી હોવાનું ખુલ્યુ છે.